Home /News /madhya-gujarat /ગોધરાના મુખ્ય માર્ગોની બિસ્માર હાલત, વાહનચાલકોને હાલાકી, અકસ્માતનો ભોગ બનવાની દહેશત

ગોધરાના મુખ્ય માર્ગોની બિસ્માર હાલત, વાહનચાલકોને હાલાકી, અકસ્માતનો ભોગ બનવાની દહેશત

ગોધરાના

ગોધરાના ખરાબ રસ્તા

Godhra news: ગોધરા નગરના (Godhra road) તમામ મુખ્ય માર્ગો જે અતિશય બિસ્માર હાલતમાં જોવા મળ્યા. રહીશો અને દુકાનદારો (Residents and shoppers) તંત્રથી પરેશાન જોવા મળી રહ્યા છે.

    Godhra news: ગોધરાની (Godhra) નગરયાત્રાએ નીકળે તો ખ્યાલ આવે કેના મોટા અને દર્શન ખોટા જેવી પરિસ્થિતિ સર્જાઈ. ગોધરા નગરના તમામ મુખ્ય માર્ગો જે અતિશય બિસ્માર હાલતમાં જોવા મળ્યા. જેમાં ગોધરાના મુખ્ય માર્ગો ગોધરા બસ સ્ટેન્ડ (Godhra) પાસે નો રોડ, અટલ ઉધાન બગીચો, તેમજ મોદીની વાળી થઈ અને ગોધરા રેલવે સ્ટેશન તરફ જવાનો મુખ્ય માર્ગ, પાંજરાપોળ, ચિત્રા સિનેમા રોડ જેવા તમામ મુખ્ય માર્ગો તેમજ કલેક્ટર કચેરી (Collector's Office) તરફ જવાનો સરદાનગર ખંડ તરફથી જતો માર્ગ ખખડધજ જોવા મળ્યા. રહીશો અને દુકાનદારો તંત્રથી પરેશાન જોવા મળી રહ્યા છે.

    રહીશોનું કહેવું છે કે કેટલાક લોકોને આ રસ્તા પર જતા પડી જવાથી ફેક્ચર પણ થઇ ચુક્યા છે તેમજ છેલ્લા બે વર્ષથી આ રસ્તાની હાલત જૈસે થે છે. પાલિકાની બેઠકો અને પ્રમુખો બદલાઈ ગયા પરંતુ આ રસ્તા તરફ ધ્યાન દોર્યું નથી. તેમજ મુખ્ય માર્ગો ઉપર ધંધો રોજગાર ચલાવતા દુકાનદારો દ્વારા જણાવવામાં આવ્યું કે રસ્તાઓની હાલત એટલી હદે ખરાબ છે કે તેની ઉપર પડેલા ખાડા ના કારણે ત્યાં પાણી ભરાઈ રહે છે અને ગંદકી થઇ જાય છે સાથે સાથે રસ્તો અવરજવર માટે યોગ્ય ન હોવાથી ગ્રાહકો ત્યાં આવવાનું પસંદ કરતા નથી જેના કારણે વેપારીઓ દ્વારા તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો પરંતુ તંત્ર આ બધી બાબતે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Godhra. Panchmahal News, Gujarati News News, Panchmahal district, ઇજા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन