Panchmahal news: ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં આવેલ નદી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને પત્તા પાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી ગોધરાના એલસીબી પોલીસને મળતા પોલીસ દ્વારા 1 જુગારીઓને પકડી પડાયા છે. જ્યારે 14 જુગારી નાસી ગયા હતા.
ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં નદી પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમાઇ રહ્યો છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા બાતમીના આધારે એલ.સી.બી પોલીસે જુગાર ધામ પર છાપો મારતા અફરાતફરી મચી જવા પામી હતી. પોલીસને દેખીને હારજીતનો જુગાર રમતા જુગારીઓ ભાગી ગયા હતા પરંતુ પોલીસ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો. પોલીસે પીછો કરીને સેવાલીયા નો એક જુગારી ખેમચંદ મોહનલાલ બ્રહ્મખત્રી ને પકડી પાડ્યો હતો.
જુગારી ને પકડ્યા બાદ પોલીસે દાવ ઉપર અને અંગ જડતી કરીને કુલ 11,110 રોકડા તથા એક ઓટોરિક્ષા એક મોબાઇલ તથા એક બાઈક મળીને કુલ 1,26,410 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસે શહેર બી ડિવિઝન પોલીસ મથકે પકડાયેલા ખેમચંદ મોહનલાલ બ્રહ્મખત્રી નામના ઈસમને પકડી પાડ્યો હતો જ્યારે નાસી ગયેલા રફી અબ્દુલ સલામ બદામ, ઇબ્રાહિમ મોહમ્મદ હનીફ ઉમરજી મક્ખી, સુલેમાન અબ્દુલ સલામ ધમેલી, ઈકબાલ દલ્લી, ઈસ્માઈલ ઈશાક ઠૂઠી, અસલમ ટોપિડો, ફારૂક ગાઝી ઉર્ફે હોલ્ડર, સત્તાર સાદિક હઠીલા, ઈલ્યાસ યાકુબ ઇતરા ઉર્ફે બિલ્લો, ઇમરાન મોહમ્મદ હનીફ જરદા, નિઝામુદ્દીન હુસેન સિદ્દિક સુરતી, તથા અન્ય ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આમ ગોધરા ના ગેનિ પ્લોટ પાસે આવેલી નદી પાસેના ખુલ્લા વિસ્તારમાં ૧૫ જેટલા ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા હતા જેમની પાસે રિક્ષા, બાઈક અને રોકડ કુલ મળીને ૧.૨૬ લાખનો મુદ્દામાલ હતો જે જપ્ત કરવામાં આવ્યો. તેમાં થી એક જુગારી ઝડપાયો અને ૧૪ ફરાર થયા તે અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથક માં 15 જુગારીઓ સામે ગુનો નોંધાયો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર