આયુર્વેદ અને યોગ દ્વારા મધુમેહ તથા અન્ય સામાન્ય બીમારીના નિવારણ તથા સુખાકારી..
પંચમહાલ જિલ્લાના 16 સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા ૪૮૦ જેટલી આશા બહેનોને આયુર્વેદ અને યોગ દ્વારા મધુમેહ તથા અન્ય સામાન્ય બીમારીના નિવારણ તથા સામાન્ય સુખાકારી માટે આયુર્વેદ તથા યોગ ની વિશેષ તાલીમનું આયોજન કરાય છે.
પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં ભારત સરકારના આયુષ મંત્રાલય નેશનલ આયુષ મિશન અનુદાનિત તેમજ નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલના માર્ગદર્શન હેઠળ મુખ્ય આરોગ્ય અધિકારી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તથા જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી સંચાલિત પંચમહાલ જિલ્લાના 16 સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા ૪૮૦ જેટલી આશા બહેનોને આયુર્વેદ અને યોગ દ્વારા મધુમેહ તથા અન્ય સામાન્ય બીમારીના નિવારણ તથા સામાન્ય સુખાકારી માટે આયુર્વેદ તથા યોગ ની વિશેષ તાલીમનું આયોજન કરાય છે. જેમાં ડેરોલ ખાતે યોજાયેલી તાલીમ દરમિયાન ઘણી આશા બહેનોએ તાલીમ મેળવ્યા બાદ પોતાનો અભિપ્રાય રજૂ કર્યું તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા તાલીમ નું મહત્વ સમજાવવામાં આવ્યું વધુ જાણવા માટે જોઈએ વિડિયો...
૨. નવરાત્રિમાં માની આરાધનાના નવ દિવસ પરિપૂર્ણ થયા અને ગતરોજ દશેરાના દિવસે માઈભક્તો દ્વારા માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી તેનું વિસર્જન કરવામાં આવ્યું. નવ દિવસ ભાવપૂર્ણ રીતે સેવા કર્યા બાદ દશમે ભારે મને માતાજી ને વિદાય આપવામાં આવી...