Home /News /madhya-gujarat /

પંચમહાલ: ગોધરાના સુપ્રસિદ્ધ મહાકાલી મંદિર ખાતે નવરાત્રિની તૈયારીઓ ધામધૂમથી શરૂ

પંચમહાલ: ગોધરાના સુપ્રસિદ્ધ મહાકાલી મંદિર ખાતે નવરાત્રિની તૈયારીઓ ધામધૂમથી શરૂ

નવરાત્રિમાં મહાકાળી દર્શન ના વિશેષ મહત્વ.

ગોધરા શહેર ખાતે આવેલ સુપ્રસિદ્ધ માતાજીનાં મંદિર મહાકાલી મંદિર તથા લાલબાગ ટેકરી મંદિર ખાતે આગામી ૭ ઓક્ટોમ્બર થી શરુ થતાં આસો નવરાત્રી ની તૈયારી શરૂ કરવામાં આવી છે.

    પંચમહાલ: ગોધરા શહેર ખાતે આવેલ સુપ્રસિદ્ધ માતાજીનાં મંદિર મહાકાલી મંદિર તથા લાલબાગ ટેકરી મંદિર ખાતે આગામી ૭ ઓક્ટોમ્બર થી શરુ થતાં આસો નવરાત્રી ની તૈયારી શરૂ કરવામાં આવી છે અને મહાકાલીનાં મંદિર ખાતે મહાકાલી માતાજી નાં સિંદુરથી શણગારેલ મૂળ સ્વરૂપનાં દર્શન ભાદરવા વદ નોમ થી અમાસ સુધી ભાવિક ભક્તો દર્શનનો લ્હાવો લે છે. માં શક્તિનાં નવરાત્રીનાં પાવન પર્વ માં જવારા સ્થાપના, ધજા પૂજન-ધટ સ્થાપનાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

    આસો સુદ એકમ ને ગુરુવાર થી શરુ થતા માં શક્તિ ની આરાધના પર્વ નવરાત્રી માં માતાજી નાં મદિર માં ભક્તો ની સુવિધા માટે ગોધરા નાં મહાકાલી મંદિર નાં પુજારી પ્રણવભાઈ દવે દ્વારા જાણકારી આપી છે કે પ્રથમ દિવસે ધજા પૂજન સવારે ૭;૩૦ કલાકે તથા દરરોજ આરતી સવારે ૭;૧૫ કલાકે તથા  સાંજે ૭:૦૦ કલાકે તથા રાત્રી નાં ૧૨ કલાકે મહા આરતી રાખવામાં આવી છે. તા.૧૩-૧૦ ને સાંજે ૬:૦૦ કલાકે નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: અમદાવાદ : યુવકે કર્યો પ્રેમ તો પ્રેમિકાના પરિવારે કર્યું અપહરણ, હાથ-પગ બાંધીને માર માર્યો

    જયારે ગોધરાના લાલબાગ મંદિરનાં પુજારી દિલીપભાઈ મહારાજનાં જણવ્યા પ્રમાણે જવારા સ્થપના માટેનું મુર્હત તા.૬-૧૦ ને બુધવારે સવારે ૬:૪૦ થી ૮:૩૦,સાંજે ૪:૩૦ થી ૫:૨૦ તથા રાત્રે ૮:૦૦ થી ૧૦:૨૨ સુધીનો છે અને ધટ સ્થાપના તથા દીપ પ્રાગટ્ય તા.૭-૧૦ ને આસો સુદ એકમ નાં દિને સવારે ૬:૪૦ થી ૭:૩૦ કલાકે, બપોરે ૧૧:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી કરી શકાશે  તેમ જણાવ્યું હતું.માતાજી મંદિર ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ માં શક્તિ નાં આરધના પર્વ નિમિતે ભક્તો દર્શન નો લ્હાવો લઇ શકે તેવું મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમ ગોધરા નાં મહાકાલી મંદિર તથા લાલબાગ મંદિર નાં પુજારી દ્વારા જણાવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Navratri 2021, Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર