પંચમહાલ: પંચમહાલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા પંચમહાલ જિલ્લામાં બદલી સિવાયનાં અન્ય જિલ્લામાં બદલી નાં વિકલ્પનો લાભ આપવા બાબતની રજુઆત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી દ્વારા જિલ્લાનાં શિક્ષકોને મહિસાગર જિલ્લામાં બદલી માટે વિકલ્પનો લાભ મળે તે બાબતની રજુઆત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી , તેમજ મંત્રી કુબેરભાઈ ડીંડોરને વર્ષોથી મહીસાગર જિલ્લામાં બદલી માટે રાહ જોતા શિક્ષકો માટે વિકલ્પનો લાભ મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી.
હાલમાં માત્ર પંચમહાલ જિલ્લામાં આવવા માટે જ વિકલ્પનો લાભ મળે છે પરંતુ તેમાં સુધારો કરી પંચમહાલમાંથી જુદા પડેલા જિલ્લામાં પણ શિક્ષકને વિકલ્પ બદલીનો લાભ મળે તે બાબતની રજુઆત લેખિતમાં કરવામાં આવી હતી , તેમજ જિલ્લા શૈક્ષિક મહાસંઘના બે વર્ષમાં કરેલા સેવા કાર્યોની એક બુકલેટ પણ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને આપવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ વહેલી તકે આ પ્રશ્ન અંગેનો નિકાલ કરવા માટે જણાવ્યું હતું .
જેમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ શિક્ષકો વર્ષ 2005 અગાઉના નોકરીમાં લાગેલા છે તેઓ પોતાના મુળ મહીસાગર જિલ્લાના વતની છે. પરંતુ તેઓ હાલ પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે માટે તેમને પોતાના જિલ્લામાં વિકલ્પ બદલીનો લાભ મળે તે અંગેની રજૂઆત આવેદન પત્રમાં કરવામાં આવી હતી.
તેમજ તેમાં વિકલ્પ માગણી ના કારણો લખ્યા હતા કે "એકવાર જિલ્લા ફેરબદલી બાદ જિલ્લા ફેર બદલી થતી નથી જ્યારે અમારા પૈકી ઘણા શિક્ષકો વર્ષ-2009 બાદ જિલ્લા ફેર થી બદલી કરી આવેલ છે. તેથી અમોને જો વિકલ્પ નો લાભ ન આપવામાં આવે તો અમારે પૂર્ણ નોકરી પંચમહાલમાં કરવાની થાય જેથી અમને ખૂબ મોટું નુકસાન જાય તેમ છે. તેમજ સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૧૪માં જિલ્લા વિભાજન વહીવટી સરળતા માટે કરવામાં આવ્યો હતો, જેના ભોગ અમે બની રહ્યા છીએ માટે અમોને વિકલ્પથી બદલીનો લાભ આપવા ની નમ્ર અરજ છે."
તેમજ અરજીમાં લખ્યું હતું કે \"અમે જ્યારે નોકરી સ્વીકારી ત્યારે સંયુક્ત પંચમહાલ જીલ્લો હોવાથી ભવિષ્યમાં તાલુકા ફેરના લાભથી વતન આવવાના આશયથી નોકરી મેળવી હતી ભૂતકાળમાં જ્યારે નવીન જિલ્લા બન્યા ત્યારે વિકલ્પ બદલી નો લાભ આપવામાં આવેલ છે. જ્યારે વર્ષ 2015માં વહીવટ દ્વારા વિકલ્પ ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમજ આ કેમ્પ આયોજન પણ કરવામાં આવ્યું હતું, તે કેમ્પ બાદ હુકમ રદ કરવામાં આવ્યો છે. " તેમજ તેમાં ઉમેર્યું હતું કે "અમારા પૈકી ઘણા મિત્રો 2014 15 ના કેમ્પથી બદલીથી આવેલ છે પરંતુ જે-તે સમયે વહીવટ મૂળ જિલ્લામાંથી થતો હોય મહિસાગર જિલ્લાની કોઈ જગ્યાઓ ન અપાતા તમામ જૂના પંચમહાલમાં આવેલ છે.
2014 પહેલાં જિલ્લાફેરની અરજી કરનાર બધા જ શિક્ષકોને નુકસાન થતું હોય તેઓને જિલ્લાફેર વિકલ્પનો લાભ આપવા માટે નમ્ર અરજ છે" તેવું અરજીમાં શામેલ કરવામાં આવ્યું હતું. કરવામાં આવેલી રજુઆતમાં જિલ્લાની રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની ટીમનાં ઉપાધ્યક્ષ યોગેશભાઈ, સંઘઠન મંત્રી વિજયભાઈ , હર્ષદભાઈ , દિગંતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા અધ્યક્ષ અનિરુદ્ધ સિંહ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ માટે હંમેશા માટે શિક્ષકો નું હીત સર્વોપરી રહશે તેમજ આગામી સમય માં શિક્ષકો ના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ કટીબદ્ધ રહેશે તેમ જણાવ્યું હતું.