સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬ જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું.
સમસ્ત પાટીદાર સમાજ પંચમહાલ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ ની તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજ જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યુંં, જેેે ન્યુ ઇરા સ્કૂલ ગ્રાઉન્ડ ગોધરા થી પ્રસ્થાન કરી બી વી ગાંધી પેટ્રોલ પંપ થઈ જૂની મહેતા હાઇસ્કૂલ વાળા રોડે થી સિવિલ હોસ્પિટલ થઈ સરદાર નગર ખંડ ગોધરા ખાતે પૂર્ણ કરી રાષ્ટ્રીય એકતા દિવસે સમસ્ત પાટીદાર સમાજે બધા સમાજ ની સાથે એકતા સાધી ભારતને મજબૂત બનાવવા માટે સંદેશો આપેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એ કહ્યું હતું કે એકતા એ માનવ શક્તિની ફકત તાકાતજ નથી પરંતુ જો એ સુમેળ અને યોગ્ય રીતે એકીકૃત થાય ત્યારે અધ્યાત્મિક શક્તિ બની જય છે
આ વાતને પણ યાદ કરતા એવું કહી શકાય કે પાટીદાર સમાજ સરદાર ના વિચારો ને અનુરૂપ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી માં પાટીદાર સમાજના અલગ અલગ રાજકીય તેમજ સામાજિક સંગઠનો ના આગેવાનો એ સાથે મળી સામાજિક સમરસતા ની ઝલક આપી હતી આ રેલીમાં 500 થી 600 ની સંખ્યા માં બાઈકો અને 900 જેટલા પાટીદાર સમાજના પંચમહાલ જિલ્લાના રહેવાસીઓ, આગેવાનો એ ભાગ લઈ અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકને ફૂલહાર અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવા માટે સૌ આવેલ પાટીદાર સમાજ તેેમજ અન્ય તમામ લોકોએ સાથે મળીને રાષ્ટ્રની એકતા અખંડિતતા તેમજ જવાબદારીઓ માટે એક ખાસ શપથ લેવડાવી અને ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈનેે રેલી પૂર્ણ કરવામાં આવી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર