હોળી ધૂળેટી નિમિત્તે અમદાવાદથી પંચમહાલ માટે વધારાની S.T બસો દોડાવાશે

News18 Gujarati
Updated: March 17, 2019, 3:02 PM IST
હોળી ધૂળેટી નિમિત્તે અમદાવાદથી પંચમહાલ માટે વધારાની S.T બસો દોડાવાશે
પ્રતિકાત્મક તસવીર

આ વખતે એસ.ટી.નિગમે અમદાવાદથી પંચમહાલ તરફ વધારાની સ્પેશિઅલ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: હોળી ધૂળેટીનો તહેવાર આવે અને પંચમહાસ જતી બસો અને ખાનગી વાહનો એકદમ ભરાઇને જ જાય. આ વખતે એસ.ટી.નિગમે અમદાવાદથી પંચમહાલ તરફ વધારાની સ્પેશિઅલ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં આજથી 20 માર્ચ સુધી અમદાવાદથી 250થી વધારે બસો મુકાશે. આ બસોનો રૂટ દાહોદ, ગોધરા, બારીયા, ઝાલોદ, લમડી તરફ રવાના કરાશે.

અમદાવાદમાં દાહોદ, ગોધરામાંથી ઘણાં લોકો મજૂરી કરવા આવે છે. આ લોકો હોળી ધૂળેટીનાં પર્વમાં વતન જતા હોય છે. જેના કારણે આ પર્વનાં આગળનાં દિવસોમાં પંચમહાલ તરફ જવામાં ઘણો જ ઘસારો હોય છે.

નિયમિત સંચાલન સિવાય 17 માર્ચે વધારાની 75 બસોને સ્ટેન્ડ ટુ રખાશે. મુસાફરો ધસારાને જોતા જો વધારાની બસો મૂકવાની જરૂરીયાત જણાશે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 18 માર્ચ 90, 19 માર્ચે 115 અને 20 માર્ચે 70 બસો વધારાની દોડાવવાનું આયોજન હાલમાં કરાયું છે. 21 માર્ચને ધૂળેટીના દિવસે પણ 20 વધારાની બસો મૂકાઇ છે. એસ.ટી.ના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદથી દાહોદનું ભાડુ 183 રૂપિયા, ઝાલોદનું 188 રૂપિયા, બારીયાનું 172 રૂપિયા, સંતરામપુરનું 147 રૂપિયા અને ઝાલોદ-લુણાવાડાનું ભાડુ 162 રૂપિયા નક્કી કરાયું છે.

 
First published: March 17, 2019, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading