Home /News /madhya-gujarat /

ગુજરાતના આ હનુમાન મંદિરની આનોખી ગાથા, પથ્થર પર બેસતા મનોકામના થાય છે પૂર્ણ

ગુજરાતના આ હનુમાન મંદિરની આનોખી ગાથા, પથ્થર પર બેસતા મનોકામના થાય છે પૂર્ણ

સંકટ

સંકટ મોચન હનુમાન મંદિર,ખડકી, પંચમહાલ

તેમના પત્ની તેમને આ મંદિરે લાવ્યા હતા અને આ પથ્થર વિશે વાત કરતા પ્રથમ વાર તો તેમણે ગણકાર્યું નહીં પરંતુ તેમના પત્ની દ્વારા અનેક વાર 

    પંચમહાલ: જિલ્લાને લોકમાન્યતા પ્રમાણે મહાભારત સમયનું હિડિંબા વન કહેવામાં આવે છે. હિડિંબા એટલે મહાભારતના સમયમાં પાંડવોમાં ભીમ ના પત્ની. એવું કહેવામાં આવે છે કે પાંડવો જયારે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને આ વિસ્તારમાં પ્રવેશ કરતા હિડિંબા ના ભાઈ દ્વારા અનેક સંકટો ઉત્પન્ન કરાતા ભીમ દ્વારા હનુમાનજી ને પ્રાર્થના કરવામાં આવી અને હનુમાનજી દ્વારા તેમના સંકટો દૂર કરતા આ સ્થળે સંકટ મોચન હનુમાન ની સ્થાપના થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ મંદિરે બે એવા ચમત્કારિક પથ્થરો છે કે જેની ઉપર બેસીને ગોળ ફરતા મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

    ગોધરા થી ૨૫ કિલોમીટર દૂર વડોદરા હાઇવે ઉપર આવેલા ટોલનાકા ની જમણી તરફ ખડકી ગામે સંકટમોચન હનુમાનજીનું મંદિર આવેલું છે.વિશાળ દરવાજો અને વિશાળ પ્રાંગણમય આ મંદિર અતિશય મહત્વ ધરાવે છે. એવી માન્યતા છે કે સંકટ મોચન હનુમાનજી મંદિરે હનુમાન દાદાના પગ પાસે ૨ વર્તુળાકાર પથ્થરો હોય છે જે અતિ ચમત્કારી છે તેવી લોક માન્યતા છે. આ મંદિરે પંચમહાલ જિલ્લાના તો ખરા જ પરંતુ ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી તેમજ ગુજરાત બહારથી પણ અનેક લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દાદાના દર્શનાર્થે આવતા હોય છે.

    આ પણ વાંચો: Omicronની દહેશત વચ્ચે ગુજરાતના ડોક્ટરોએ કર્યું અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન

    કાલોલ ના રહેવાસી દિલીપભાઈ સુથાર સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં દર્શન તેમજ સેવા પૂજા કરવા માટે આવતા હોય છે. પથ્થર વિશે તેમને પૂછતા તેમણે જણાવ્યું કે તેમના પત્ની તેમને આ મંદિરે લાવ્યા હતા અને આ પથ્થર વિશે વાત કરતા પ્રથમ વાર તો તેમણે ગણકાર્યું નહીં પરંતુ તેમના પત્ની દ્વારા અનેક વાર કહેતા દિલીપભાઈ એ શ્રદ્ધાથી હનુમાન દાદા ને પ્રાર્થના કરી પથ્થર ઉપર બેસતા પથ્થર ગોળ ફરી વળ્યો અને તેમને રાખેલી મનોકામના પૂર્ણ થતા તેમનો વિશ્વાસ દ્રઢ થયો અને આજે તેઓ મનથી મંદિરમાં તેમના પત્ની આવે કે ના આવે તે અચૂક આવે જ છે. આવા તો અનેક કિસ્સા આ મંદિરે આવનારા દર્શનાર્થીઓ સાથે બન્યા છે તેથી અવારનવાર દૂર-દૂરથી લોકો હનુમાનજીના દર્શન કરવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવતા હોય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Godhra news, Hanuman Temple, ગોધરા, હનુમાનજી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन