Home /News /madhya-gujarat /

પંચમહાલ જિલ્લામાં લાંબા સમયના વિરામબાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતોને આશા બંધાણી

પંચમહાલ જિલ્લામાં લાંબા સમયના વિરામબાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતોને આશા બંધાણી

લાંબા

લાંબા સમયના વિરામબાદ વરસાદે દેખો દીધો. પરંતુ આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક નીવડશે કે કેમ? જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો શું થઈ શકે

લાંબા સમયના વિરામબાદ વરસાદે દેખો દીધો. પરંતુ આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક નીવડશે કે કેમ? જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો શું થઈ શકે

    પંચમહાલ : થોડાક દિવસો પહેલા ચોમાસુ જાણે રજા પર ઉતરી ગયું હોય એમ જોવા મળતું હતું. હાલ બે દિવસથી પંચમહાલ જિલ્લામાં વરસાદનું આગમન ઘણી જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે. વરસાદ ન પડવાના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડક અને વાદળછાયું વાતાવરણ રહેતા વરસાદ માટે આશાના કિરણો જોવા મળી રહ્યા છે.

    એક નજર ખેડૂતો તરફ કરતાં જોવા મળશે કે ઘણા ખેડૂતોએ વિરામ પહેલાના વરસાદમાં ડાંગર અને મકાઈ જેવા પાકોની વાવણી કરી હતી. પરંતુ અચાનક વરસાદ હતો રહેતા ઘણા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ખૂબ જ લાંબા સમયના વિરામબાદ પંચમહાલ જિલ્લામાં વરસાદનું આગમન જોવા મળ્યું. પરંતુ આ વરસાદ છુટો-છવાયો અને હાથતાળી દઇ જાય તેવો ભાસે છે. બે દિવસના છૂટાછવાયા વરસાદ ઉપર વિશ્વાસ રાખીને કેટલાક ખેડૂતોએ રીંગણ મરચી તથા લીલા ધાણા ના રોપા અને બીજ ની ખરીદી શરૂ કરી હોય તેવું જોવા મળ્યું. સાંકલી ગામના એક ખેડૂત મહાસુખભાઈ પટેલ કેજે લીલા ધાણા ના બીજ અને મરચીના રોપા ખરીદી કરી રહ્યા હતા તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લાંબો સમય સુધી વરસાદ ન તો પડી રહ્યો છે તેનાથી મકાઈ અને ડાંગરના ઉભા પાકને સુકાઇ જવાની ચિંતા હતી. પરંતુ બે દિવસથી ઝીણા ઝીણા છાંટા અને વરસાદ જોવા મળી રહ્યો છે તેથી એક વિકલ્પ ના ભાગરૂપે શાકભાજી ના રોપા લઈ અને રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. જેથી પાકની આ સીઝન નિષ્ફળ ન જાય.

    તેમજ છબનપુર ગામના લાભુભાઈ ગઢવી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા બે દિવસથી જે વરસાદ થઈ રહ્યો છે એ પાણી પૂરતું ન ગણી શકાય હજુ પંદર દિવસ જો પૂરતું પાણી પડે તો જ ખેડૂતોએ કરેલા મકાઈ અને ડાંગરના પાકને રાહત મળી શકે નહિતર ખેડૂતો નુકસાન જ છે.
    First published:

    Tags: Panchmahal district, Panchmahal News, Rainfall

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन