પંચમહાલ: ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા એક જ પરિવારના 3 લોકોનાં મોત

News18 Gujarati
Updated: May 16, 2018, 11:42 AM IST
પંચમહાલ: ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા એક જ પરિવારના 3 લોકોનાં મોત

  • Share this:
પંચમહાલ: આજે વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટી ભર્યા મોત છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. અકસ્માત પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

ઘટનાની વિગત અનુસાર પંચમહાલના ગોધરાના છકડીયા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા. ટ્રક ચાલકે સ્ટિંયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અને 3 લોકોના મોત થયા હતા.

હાલ તો આ સમગ્ર મામલે પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને ટ્રકચાલક વિરૂદ્ધ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. આમ 3 લોકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

 

 
First published: May 16, 2018
વધુ વાંચો
अगली ख़बर