Home /News /madhya-gujarat /

પંચમહાલ સમાચાર: ગોધરા પોપટપૂરા બાયપાસ ચોકડી પર અક્સ્માત, બાઈક સવાર 3 ઘાયલ

પંચમહાલ સમાચાર: ગોધરા પોપટપૂરા બાયપાસ ચોકડી પર અક્સ્માત, બાઈક સવાર 3 ઘાયલ

•

• ૧૫ ઓગસ્ટ નજીક આવતા ગોધરા શહેરમાં ઠેરઠેર તિરંગો જોવા મળ્યો. • ગોધરા પોપટપૂરા બાયપાસ ચોકડી પર અક્સ્માત

તો બીજી બાજુ, ૧૫ ઓગસ્ટ નજીક આવતા ગોધરા શહેરમાં ઠેરઠેર તિરંગો જોવા મળ્યો. સ્વતંત્રતા દિવસની તડામાર તૈયારીઓ જોવા મળી.

    પંચમહાલ : 15 ઓગસ્ટ નજીક આવી રહી છે તેમ તેમ ગોધરામાં દેશ ભક્તિનો માહોલ સર્જાયો છે. આજરોજ ગોધરા શહેરમાં ઠેરઠેર તિરંગો જોવા મળ્યો. સ્વતંત્રતા દિવસ 15 august નજીક આવી રહી છે ત્યારે જિલ્લામાં અનેક જગ્યાઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અનેક લોકો પોતાના વાહન તેમજ ઘર તથા ઓફિસ માં મુકવા માટે તિરંગો ખરીદતા હોય છે  ત્યારે ગોધરા શહેરમાં અનેક સ્થળોએ તેમજ દુકાનોએ તિરંગા નું વેચાણ થતું પણ જોવા મળ્યું.

    સાથે સાથે ગોધરા શહેરના યુવક દ્વારા એક મહામૂલો સંદેશો પણ આપવામાં આવ્યો. ગોધરા શહેરમાં રહેતા નૈકજ ભટ્ટ દ્વારા દેશના ગૌરવ તિરંગા વિશે વાત-ચીત કરવામાં આવી. તેમાં તેમણે જણાવ્યું કે ઘણા લોકો 15 ઓગસ્ટ નજીક આવતા પોતાના વાહન કાર્યસ્થળ તેમજ ઘરના સુશોભન માટે તેમજ સ્વતંત્રતા દિવસના ઉત્સવની ઉજવણી કરવા માટે બજારમાંથી તિરંગા ની ખરીદી કરતા હોય છે. પરંતુ ૧૫ ઓગસ્ટ ગયા બાદ ઘણા તિરંગા રસ્તામાં જોવા મળે છે. જેને લઇને નૈકજે જણાવ્યું કે તિરંગો એ આપણા દેશનું ગૌરવ છે અને તેનું માન રાખવું આપણી ફરજ છે. ઘણા લોકો 15 ઓગસ્ટ બાદ તિરંગાને આમતેમ ફેંકી દેતા હોય છે. જ્યારે આપણામાંથી કોઇ પણ આવી ઘટના પોતાની આંખ સમક્ષ જુવે ત્યારે તેમને આવું કરતાં અટકાવવા અને આવું કરનારને તિરંગા ની સાચી સમજણ આપવી એ આપણી ફરજ છે. એવું નૈકજ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું.

    ગોધરા પોપટપરા બાયપાસ પર અકસ્માત

    • ગત રોજ સાંજના સમયે ગોધરા પોપટપુરા બાયપાસ ચોકડી પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમજ સ્થળ પર સમયસર 108 આવી પહોંચતા એ ત્રણ ઘાયલ વ્યક્તિઓને સમયસર સારવાર હેતુ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ગતરોજ સાંજના સમયે થયેલા કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં કોઈ જાનહાનિ ના થતા મોટી હોનારત થતાં થતાં ટળી હતી.
    First published:

    Tags: Panchmahal district, Panchmahal News, Panchmahal Resort Raid

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन