Home /News /madhya-gujarat /

રાજસ્થાનથી વડોદરા જઈ રહેલા પરિવારની કારને શહેરા હાઇવે માર્ગ પર અકસ્માત નડ્યો, 6 વ્યક્તિ ઘાયલ 

રાજસ્થાનથી વડોદરા જઈ રહેલા પરિવારની કારને શહેરા હાઇવે માર્ગ પર અકસ્માત નડ્યો, 6 વ્યક્તિ ઘાયલ 

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો...

માર્કેટીંગ યાર્ડ પાસે પસાર થતાં હાઇવે માર્ગ ઉપર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે  સંલગ્ન તંત્ર ...

  પંચમહાલ: શહેરા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે માર્કેટિંગ યાર્ડ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર મંગળવારની રાત્રિએ વડોદરાના એક પરીવાર રાજસ્થાનથી પરત પોતાના ઘરે જતી વખતે સ્વીફ્ટ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ બનેલા અકસ્માતમાં કાર ચાલક સહિતના લોકો ને શરીરે વધુ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસે મંગળવારની રાત્રિએ વિનોદભાઈ હીરાલાલ વ્યાસ પોતાના પરિવાર સાથે જેમાં બે નાના બાળકો સહિત રાજસ્થાન થી વડોદરા પરત પોતાના ઘરે જઈ રહયા હતા.ત્યારે તેમને પોતાની સ્વીફ્ટ કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે માર્ગની વચ્ચે આવેલા ડીવાઈડર સાથે અથડાઈ હતી. જોકે આ બનેલા બનાવમાં વિનોદભાઈ હીરાલાલ વ્યાસ , વીણાબેન વ્યાસ સહિત તેમના પરીવારજનોને શરીરે નાની મોટી ઇજા થતાં 108 દ્વારા સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બનેલા અકસ્માતમા એક પરિવારના છ સભ્યો નો આબાદ બચાવ થવા સાથે કોઈનુ મોત નિપજ્યું ના હતુ.હાઇવે માર્ગ ઉપર થયેલા આ અકસ્માતમા ત્યાંથી પસાર થતા રાહદારીઓ આ પરીવારના મદદે આવી જતા કાર માથી બધાને બહાર કાઢીને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે રીલાયન્સ પેટ્રોલપંપ પાસે માર્કેટીંગ યાર્ડ પાસે પસાર થતાં હાઇવે માર્ગ ઉપર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે સંલગ્ન તંત્ર એ આ બનાવને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લે તેવી લોકો ની માંગ છે..

  ૨. આજરોજ આગાહી અનુસાર વહેલી સવારથી જ વરસાદ માહોલ સમગ્ર પંચમહાલ જિલ્લામાં જોવાઇ રહ્યો છે ત્યારે ગોધરા શહેરમાં સવારથી અત્યાર સુધી માં ૧ mm વરસાદ નોંધાયો છે.ત્યારે બીજી તરફ ગોધરા એપીએમસી દ્વારા આપવામાં આવેલા સૂચનો અનુસાર વેપારીઓ દ્વારા અનાજની જણસી ઓને પ્લાસ્ટિક ની ટાટપત્રીથી ઢાંકી દેતાં અનાજનો મોટો જથ્થો પલડતા બચાવી લેવાયો.પરંતુ જમીન પર મૂકેલા કેટલાક જથ્થા માં થી અમૂક જથ્થો આસપાસ પાણી નાં ખાબોચિયા ભરાઇ જવાના કારણે પલડેલો જોવા મળ્યો હતો.

  ૩. પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં ચુંટણીને લઈ ફોર્મ ભરી ઉમેદવારી ની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે.હાલ પંચમહાલ જિલ્લાની ૩૭૨ ગ્રામ પંચાયત ની ચૂંટણી થશે જે પૈકી ગોધરા તાલુકાની ૭૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે જેમાં કૂલ ૨૧૫ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે.ત્યારે ચૂંટણી ના માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત સાથે આ વખતે ગામના સરપંચ અને સભ્યો બનવા માટે યુવાઓ પણ આગળ આવ્યા છે.

  આ પણ વાંચો: મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો

  પંચમહાલ જિલ્લામાં ચારેતરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ફેલાવા પામ્યો છે ત્યારે ગોધરા તાલુકામાં વાવડી બુઝર્ગ થી લઈ ને વાવડી ખૂર્દ સુધી ની તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના રનસિંગા ફૂંકાઇ ચૂક્યા છે. ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં કોઇ પક્ષનું મહત્વ નથી હોતું ત્યારે રાજકીય અટકળો વચ્ચે રાજકીય વિશ્લેષકો અનુસાર શાસક પક્ષ ના કાર્યકર્તાઓ દ્વારા મહત્તમ ગ્રામપંચાયતો સમરસ પંચાયત બને તે તરફ ભાર મુકવામાં આવ્યો છે. ગોધરા નાં રાજકીય વિશ્લેષક કકુલ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું કે સમરસ થતી ગ્રામ પંચાયત માં વિકાસ ના કામો વધુ થતા હોય છે ત્યારે સમરસ થતી ગ્રામ પંચાયત જો પહેલી વખત સમરસ બને તો તેને ૩ લાખ, બીજી વાર સમરસ થનાર પંચાયત ને ૫ લાખ અને ત્રીજી વખત સમરસ થનાર ગ્રામ પંચાયત ને ૭ લાખ રૂપિયા ની નીયમાનુસાર વિકાસ ના કામો માટે પ્રોત્સાહન રૂપે વધુ ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ વાવડી ખૂર્દ ગ્રામ પંચાયત માં યુવા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Godhra news, ગોધરા, પંચમહાલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन