Home /News /madhya-gujarat /

પંચમહાલઃ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ યોજાયો

પંચમહાલઃ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ યોજાયો

પંચમહાલના

પંચમહાલના સમાચાર

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શહેરા તાલુકાના ધાંધલપુર ગામે પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૨ ઓક્ટોબર તથા તારીખ ૨૩ ઓક્ટોબર નાં રોજ યોજાશે.

  પંચમહાલઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન (Swaminarayan Gadi Sansthan) દ્વારા શહેરા તાલુકાના (shahera taluka) ધાંધલપુર ગામે પ્રથમ શિખરબંધ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૨ ઓક્ટોબર તથા તારીખ ૨૩ ઓક્ટોબર નાં રોજ યોજાશે.વિશ્વશાંતિ યજ્ઞ તથા વ્યસનમુક્તિ રેલી યોજાશે.વિશ્વ પ્રતિષ્ઠિત લંડન, બોલ્ટન, આફ્રિકા અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ રેલીમાં ઉપસ્થિત રહેશે.સંગેમરમરની મૂર્તિઓ પધરાવી તેની પ્રતિષ્ઠા થશે.સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે પંચમહાલનું પ્રથમ શિખરબંધ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૨/૧૦/૨૦૨૧ અને તારીખ ૨૩/૧૦/૨૦૨૧ આમ બે દિવસ યોજાશે.

  ૨.આપકે દ્વાર આયુષ્યમાન અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY-MA કાર્ડ વિતરણ અને મેગા હેલ્થ કેમ્પ યોજાયો.પૈસાના અભાવે રાજ્યનો કોઈ પણ નાગરિક જરૂરી શ્રેષ્ઠ તબીબી સારવારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે.રાજ્યના ૮૦ લાખથી વધુ પરિવારોને આવરી લેવાશે. આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર દ્વારા મેગા હેલ્થકેમ્પ અંતર્ગત સંજીવની રથમાં વિનામૂલ્યે પેપ સ્મિયર, મેમોગ્રાફી ટેસ્ટની સુવિધાઓનો લાભ અપાયો.ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સુવિધાઓના નવીનીકરણ, અદ્યતનીકરણ, પ્રસ્તાવિત મેડિકલ કોલેજની સુવિધાઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓની સાથે મંત્રીની બેઠક યોજવામાં આવી.
  First published:

  Tags: Gujarati News News, Panchmahal News, PMJAY-MA

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन