Home /News /madhya-gujarat /

ગોધરા : ઓછા વરસાદથી ખેડૂતોની કફોડી, AAP દ્વારા સહાયની કરવામાં આવી માગ

ગોધરા : ઓછા વરસાદથી ખેડૂતોની કફોડી, AAP દ્વારા સહાયની કરવામાં આવી માગ

ગોધરામાં

ગોધરામાં આપ આવ્યું ખેડૂતોની વહારે વરસાજની અછત બદલ કરી મદદની માંગ

Godhra News : ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા કલેકટર ને આવેદનપત્ર અપાયું

    ગુજરાત રાજ્યમાં હાલની વરસાદની (gujarat Rains)  સ્થિતિ જોતાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી (AAP Godhra) પાર્ટી દ્વારા ગત રોજ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતમાં વરસાદ ઓછો હોવાના કારણે નદી, નાળા, તળાવ પાણીથી ભરાયા નથી તેમજ ખેતી, પશુપાલન અને ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે ખેડૂતોને સહાય આપવા બાબતે આવેદનપત્ર આપતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ પર આંકડા જણાવે છે કે, ઓગસ્ટ ૨૭ સુધીની વરસાદની ટકાવારી ખૂબ ચિંતા જનક છે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૭.૯૩% વરસાદ થયો છે અને ૬૨.૦૭% વરસાદની ઘટ છે.

    પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકામાં ૨૪.૭૬%, ગોધરામાં ૪૨.૭૨%, હાલોલમાં ૩૮.૧૩%, જાંબુઘોડામાં ૪૫.૧૪%, કાલોલ તાલુકામાં ૨૨.૨૭%, મોરવા હડફ માં ૩૪.૪૩%, શહેરામાં ૩૧.૫૫% વરસાદ થતાં સરેરાશ ૩૫% જેટલો નોંધાયો છે અને ૬૫% વરસાદ ઘટ છે ત્યારે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે, આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટર દીઠ રોકડ રકમ ચૂકવી સહાય કરવામાં આવે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એસડીઆરએફના ધોરણે સર્વે કરી ખેડૂતોને નુક્સાન થયું હોય તે પ્રમાણે વળતર ચૂકવવા, પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, જરુરીયાત મંદો માટે તરતજ રાહત કામોકરવામાં આવે
    જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં આયોજિત આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા કિસાન પ્રમુખ ઉત્સવભાઇ પટેલ સહિત તમામ તાલુકા પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો તથા કાર્યકરો સહીત હાજર રહ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Aam Aadami Party, Panchmahal, ગોધરા, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन