આવી સ્માઈલ સામે ભલભલો કોરોના ભાગી જાય! ગુજરાતના છ મહિનાના બાળકે COVID-19 સામે જંગ જત્યો

આવી સ્માઈલ સામે ભલભલો કોરોના ભાગી જાય! ગુજરાતના છ મહિનાના બાળકે COVID-19 સામે જંગ જત્યો
સૌથી નાના કોરોના દર્દીની તસવીર

પંચમહાલ જિલ્લાના હાલોલમાં થોડા દિવસો પહેલા છ મહિનાના બાળકમાં કોરોના પોઝિટિવ મળ્યો હતો. જેના પગલે તેને સારવાર માટે વોડદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.

 • Share this:
  પંચમહાલઃ અત્યારે કોરોના વાયરસ (coronavirus) સંક્રમણમાં ગુજરાત દેશમાં બીજા નંબરે ઉપર આવી ગયું છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) દરરોજ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અનેક લોકોને કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાય લોકો સાજા થઈને ઘરે પણ ગયા છે. આવી સ્થિતિમાં ગુજરાતના સૌથી નાની ઉંમરના દર્દીએ પણ કોરોના વાયરસ સામે જંગ જીત્યો છે. પંચમહાલમાં (Panchmahal) એક છ મહિનાના બાળકે કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના હાલોલમાં થોડા દિવસો પહેલા છ મહિનાના બાળકમાં કોરોના પોઝિટિવ મળ્યો હતો. જેના પગલે તેને સારવાર માટે વોડદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની મહેનત રંગ લાવી અને છ મહિનાનું બાળક ઝડપથી કોરોના વાયરસની બીમારીમાંથી સાજું થયું હતું. વડોદરાની હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી.

  આજે રવિવારે બાળકના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા તેને રજા આપવામાં આવી હતી. આમ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી નાના દર્દીએ કોવિડ-19ને હરાવ્યો હતો. ઘરે પરત ફરતા લોકો તેનું સ્વાગત કર્યું હતું.

  ગુજરાત કોરોન વાયરસ અપડેટ ગ્રાફિક્સ


  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર કુલ 8195 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 493 લોકોના મોત નીપજ્યા છે. પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં કુલ 61 કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છે જ્યારે 4 લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં કોરોના દર્દીઓ છે જેની સંખ્યા 5818 છે જ્યારે 381 લોકોના મોત નીપજ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:May 10, 2020, 23:26 pm