પંચમહાલ: પંચમહાલ(Panchmahal) નાં બજારોમાં મોટા પ્રમાણમાં વેચાઇ રહેલું ઠંડા પીણા જેવું દેખાતું ક્લિનર ઘણા લોકો તેના દેખાતા ફાયદાને કારણે ખૂબ ખરીદી રહ્યા છે. જૂનાં કાટ તેમજ અન્ય જટીલ મેલ પણ આંખો ની સામે સાફ થઈ જાય તેવા આ પ્રવાહી બજાર માં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે ઠંડા પીણા જેવું દેખાતું આ પ્રવાહી જો તમે પણ ખરીદ્યું છે તો થઇ જજો સાવધાન. કારણકે જો તમારા ઘર માં મૂકેલા આ પીણાં જેવા દેખાતા નાનકડા બોટલ ને જોઈ નાનાં બાળકો લલચાઈ શકે છે તેથી આ પ્રવાહી નું વેચાણ કરતા સેલ્સમેને જણાવ્યું કે આને નાના બાળકો પેપ્સી(Pepsi), સ્પરાઇટ(Sprite) સમજી ને પી જાય તો કોઈ અણબનાવ બની શકે છે.
સેલ્સમેને જણાવ્યું કે આ પ્રકારના ક્લિનર થી ઘરનાં ટેબલ, ખુરશી, સોફા, વેધર, રેક્ઝીન, બાઇક તેમજ કાર નાં સીટ કવર સાફ થઈ જાય છે. તેમજ કોઈ વસ્તુ પર વર્ષોથી લાગેલો કાટ કે મેલ પણ આસાનીથી સાફ થઈ જાય છે. મોટા ભાગે લોકો ઘર નાં ફર્નિચર તેમજ બાઇક અને ફોર વ્હીલર ની સાફસફાઈ માટે આ ક્લિનર ની ખરીદી કરતા હોય છે.
આ પ્રવાહી અલગ અલગ પ્રકારના કેમિકલ યુક્ત પોર્ટલ તેમજ બ્લિચ તેમજ અન્ય કેમિકલ નાં ઉપયોગ થી બનતા હોય છે. સામાન્ય રીતે મોટાભાગના ક્વિન્ટલ દેખાવ માં સફેદ કાંતો ઘાટ્ટા લીલા રંગના દેખાતા હોય છે પરંતુ હાલ બજારમાં વેચાણ થઇ રહેલા આ ક્લિનર સહેજ લીલાશ પડતાં પારદર્શક દેખાઇ રહ્યા છે. જેને કારણે તેનો દેખાવ બજારમાં મળતા ઠંડા પીણા જેવો ભાસે છે.
તેથી ઘણાં બધાં લોકો ઘરમાં સાફસફાઈ કરવા માટે આ ક્લિનર ની મુલાકાત કરી રહ્યા છે પરંતુ તેની સાથે તેના દેખાવ ને લીધે ઘરમાં નાનાં બાળકો ની હાજરી હોય કાતો ઉંમર માં મોટા હોય તો પણ તેનાથી અજાણ હોય તે જો આને ઠંડુ પીણું સમજી બેસે અને પી જાય તો કોઈ અણબનાવ બની શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર