Home /News /madhya-gujarat /

ગોધરામાં પ્રવેશતા મળે છે બજરંગબલીના આશીર્વાદ, જાણો મહાકાય મૂર્તિની વિશેષતા

ગોધરામાં પ્રવેશતા મળે છે બજરંગબલીના આશીર્વાદ, જાણો મહાકાય મૂર્તિની વિશેષતા

ગોધરા

ગોધરા બજરંગબલી મૂર્તી

નરેન્દ્ર પરીખ ઉર્ફે રામભાઈ જેમનું કહેવું છે કે આ ભૂમિ નાગ દેવતાઓની ભૂમિ છે. ભૂમિનો માલિક ગમે તે હોય પરંતુ અનેક વર્ષોથી આ ભૂમિમાં નાગદેવતાનું સામ્રાજ્ય છે

    પંચમહાલ : ગોધરા શહેરમાં ગોધરા લુણાવાડા રોડ તરફથી પ્રવેશ કરતા જ સૌથી પહેલા વિશાળકાય બજરંગ બલી ના દર્શન થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાનું પાટનગર કહેવાતા ગોધરામાં વર્ષોથી હનુમાનજીની પ્રતિમા ગોધરાનું ગૌરવ વધારી રહી છે.

    2009, 2010માં નરેન્દ્ર નટવરલાલ પરીખ અને બીજા ભક્તજનોને હનુમાનજીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો. નરેન્દ્ર પરીખ ઉર્ફે રામભાઈ જેમનું કહેવું છે કે આ ભૂમિ નાગ દેવતાઓની ભૂમિ છે. ભૂમિનો માલિક ગમે તે હોય પરંતુ અનેક વર્ષોથી આ ભૂમિમાં નાગદેવતાનું સામ્રાજ્ય છે. તેથી તમને અનેક મહાત્માઓ દ્વારા ભૂમિની ચકાસણી કરાવતા તમે આ વાતની ખરાઈ થઈ. ત્યારબાદ તેમને અને બીજા ભક્તજનો એ નક્કી કર્યું કે આ ભૂમિ પર આપણે કંઈક ભગીરથ કાર્ય કરવું જોઈએ. તેથી હનુમાનજીએ પવિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમજ રુદ્ર નો અંશ રુદ્રા અવતાર છે તેથી ત્યાં હનુમાનજીની વિશાળકાય પ્રતિમા ની પ્રતિષ્ઠા કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ બધાએ સાથે મળીને એક વર્ષ સુધી ભંડોળ એકઠું કર્યું અને એક વર્ષ બાદ આ પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.

    જ્યારે આનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ તે સ્થળેથી નાગદેવતાના દર્શન થયા હતા અને ત્યારબાદ દર વર્ષે આ સ્થળે નાગ દેવતાના દર્શન થાય જ છે તેવું રામભાઈ એ જણાવ્યું હતું. હનુમાનજીની આ મૂર્તિ નુ નિર્માણ ગોધરા, વડોદરા તથા બોમ્બે ના કારીગરો દ્વારા કરાવવામાં આવ્યું છે હાલ દ્રશ્યમાન થઈ રહેલી પ્રતિમા જમીનમાં સાડા આઠ ફૂટ તથા જમીનની ઉપર ૩૧ ફૂટ ઊંચી છે. જેમાં ચારથી સાડા ચાર લોખંડ, એક પ્રકાર કપચી તથા ૨૦૦ કરતાં પણ વધારે સિમેન્ટ ની થેલી નો ઉપયોગ કરી અને મજબૂત, વિશાળકાય અને નયનરમ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    ત્યારબાદ 17/4/2011 ના રોજ 5000 ભક્તોની હાજરીમાં પરોલી વાળા કિશોરભાઈ ના હાથે બજરંગ બલીની વિશાળકાય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.આજે પણ જ્યારે લુણાવાડા તરફથી ગોધરામાં પ્રવેશ કરતા જ મારુતિ નંદન હનુમાનજી ના દર્શન કર્યા બાદ તેમના આશીર્વાદ સાથે ગોધરા શહેરમાં પ્રવેશ થાય છે.
    First published:

    Tags: Panchmahal district, Panchmahal latest news, Panchmahal News, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन