ગોધરા, પંચમહાલ: ગોધરામાંથી સાત વર્ષની બાળકીનું અજાણ્યા બાઈકસવારે અપહરણ કરતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. શહેરાના આધેડ પોતાની પૌત્રીને લઈ ગોધરા સામાનની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે બનેલી ઘટનામાં બાઈકસવાર યુવકે આધેડને ભોળવી બાઈક પર કિશોરી સાથે બેસાડી શહેરમાં ફેરવી ગોધરા જીઆઇડીસી પાછળ આધેડને માર મારી બાળકીને લઈ ભાગી છૂટ્યો હતો, બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ,ડીવાયએસપી સહિતની ટીમ આવી પહોંચી હતી. એકશનમાં આખરે સીસીટીવી કેમેરા ફુટેજની મદદથી બાળકીને સલામત શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી, પોલીસે આરોપીની પણ કરી ધરપકડ કરી હતી.
પોલીસ પ્રશાસન નાં જણાવ્યા અનુસાર ઘટના માં એવું થયું કે ગતરોજ તા.૦૫/૦૧/૨૦૨૨ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યે ગોધરા બસ સ્ટેન્ડ લાલબાગ પાસેથી પ્રફુલભાઇ મનસુખભાઇ શાહ રહે.માલીવાડા, શહેરા ની
પોતાની પૌત્રી ઉવ.૦૭ ને પાણી પૂરી ખવડાવવા માટે ગોધરા લાલ બાગ બસ સ્ટેન્ડ પાછળ આવ્યા હતા તે દરમ્યાન એક ઇસમ દાઢી વાળો લાલ કલરની પલ્સર મોટર સાયકલ ઉપરઆવીને પ્રફુલભાઇ ને જણાવ્યું કે, હું તમારો જે છોકરો રસોઇ બનાવે છે તેને ઓળખુ છું. તમે મારી મોટર સાયકલ ઉપર બેસી જાવ હું તમને જ્યાં જવું હશે ત્યાં છોડી દઇશ તેમ કહી પ્રફુલભાઇને તેની મોટર સાયકલ પાછળ બેસાડી પ્રફુલભાઇની પૌત્રી ઉ.વ.૭ ને મોટર સાયકલની આગળ ઉપાડીને બેસાડી અંતરીયાળ જગ્યાએ લઇ ગયા હતા.
પ્રફુલભાઇએ એ અજાણ્યા ઇસમને મોટર સાયકલ ઉભી રાખવા જણાવતા પ્રફુલભાઇને ચૂપચાપ બેસી રે,નહી તો જાનથી મારી નાખીશ તેવી ઘમકીઓ આપી પ્રફુલભાઇને મોટર સાયકલ ઉપરથી ધક્કો મારી નીચે પાડી દઇ ગેબી માર મારી તેમના ખીસામાંથી રોક્ડ રૂપિયા તથા મોબાઇલ ફોનની લુંટ કરી બાળકીનું અપહરણ કરી નાસી ગયો હતો.પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા દ્વારા અપહરણ લુંટના બનાવ અંગે પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ ને સુચના કરતા તેમણે ચમહાલ જિલ્લામાં જુદી જુદી પોલીસ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા ત્વરીત માર્ગદર્શન આપ્યું હતું.
જે અંતર્ગત ગતરોજ તા.૦૫/૦૧/૨૦૨૨ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યે ગોધરા બસ સ્ટેન્ડ લાલબાગ પાસેથી એક અજાણ્યા ઈસમે લાલ કલરની પલ્સર મોટર સાયકલ ઉપર અપહરણ લુંટ અંગે નાં ફરીયાદી સીદ્ધિબેન વિમલભાઇ શાહ ની બાળકી જેની ઉંમર ૭ વર્ષ છે તેનેફરીયાદના આધારે ટીમોએ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરી અને લાલ કલરની મોટર સાયકલ ઉપર ફરીચાદીની દિકરી તેમજ તેના દાદા જણાઇ આવતા મોટર સાયકલ નંબર આધારે માલીકના નામ સરનામા તેમજ હ્યુમન સોર્શીસ આધારે રોશન ઉર્ફે.નાનાભાઈ નટવરભાઈ મોતીભાઇ ચૌહાણ જે સામલી બેટીયા ગોધરા ના રહેવાસી છે તેને દેવતલાવડી ગોધરા ખાતેથી બાળકીને સહી સલામત રીતેમેળવી અપહરણ લુંટ કરનારને ઝડપી પાડી લુટ માં ગયેલા રોક્ડ રૂપીયા તેમજ મોબાઇલ ફોન રીકવર કરી અને ફરીયાદીને બાળકી સુપ્રત કરી ગણતરીના કલાકોમાં પંચમહાલ જીલ્લા પોલીસે લુંટ તેમજ અપહરણનો ગુનો ડીટેક્ટ કર્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર