Home /News /madhya-gujarat /Panchmahal: ગોધરા શહેરમાં પતંગ રસિકોએ પેચ લડાવતાં લડાવતાં 4000 કિલો ઉંધીયું- જલેબી, ફાફડાની જયાફત માણી

Panchmahal: ગોધરા શહેરમાં પતંગ રસિકોએ પેચ લડાવતાં લડાવતાં 4000 કિલો ઉંધીયું- જલેબી, ફાફડાની જયાફત માણી

ઉત્તરાયણ, ઉંધિયુ, જલેબી, ગોધરા, પંચમહાલ ૨૦૨૨

ગોધરા શહેર માં કુલ ૪૦૦૦ કિલો ઉંધીયું જલેબી ફાફડા નું વેચાણ થયું હોવાનું અનુમાન લગાવવા માં આવે છે.  ગોધરા શહેર માં અંદાજે ૧૪ થી ૧૫ લાખ 

ગોધરા, પંચમહાલ: આજરોજ મકરસંક્રાંતિ નીમીત્તે ગોધરાનાં બજારોમાં જલેબી, ફાફડા તેમજ ઊંધિયાની ખરીદીમાં તેજી જોવા મળી હતી. ગોધરા નાં રસ્તાઓ પર લારીઓ સહિત નાની મોટી દૂકાનો તેમજ અનેક જગ્યાએ તંબુ બાંધીને પણ ઉંધિયુ જલેબીનું વેચાણ કરવામાં આવ્યું હતું. ઊંધિયાનો ભાવ બજારમાં ૩૦૦- ૪૦૦ રૂપિયા જોવા મળ્યો તેમજ જલેબી ૩૮૦- ૪૫૦ રૂપિયા સુધીનાં ભાવ ની બજાર માં વેચાણ થતું હોવાનું જણાયું. તેમજ ફાફડા પણ ૪૪૦ ની આસપાસ ભાવ જોવા મળ્યો હતો. ગોધરા શહેર માં ૭૦ કરતાં વધારે નાના મોટા ઉંધિયુ જલેબી તેમજ ફાફડા નાં વેચાણ કેન્દ્ર જોવા મળ્યા જ્યાં લોકો એ ભરપૂર માત્રા માં ફાફડા જલેબી ઊંધિયા ની ખરીદી કરી હતી.

આજરોજ ગોધરા નાં એક ફરસાણ વ્યાપારી નાં જણાવ્યા અનુસાર ગોધરા શહેર માં કુલ ૪૦૦૦ કિલો ઉંધીયું જલેબી ફાફડા નું વેચાણ થયું હોવાનું અનુમાન લગાવવા માં આવે છે. ગોધરા શહેર માં અંદાજે ૧૪ થી ૧૫ લાખ રૂપિયા નાં ફાફડા જલેબી અને ઊંધિયા નો વ્યાપાર થયો હોવાનું અનુમાન લગાવવા માં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતનો એક એવો જિલ્લો જ્યાં ઉત્તરાયણના દિવસે ચગતી નથી એકપણ પતંગ, શું જાણો છો તમે?

તેમજ કેટલીક ફરસાણ ની દુકાનો એ લીલવા ની કચોરી પણ
મોટા પ્રમાણ માં વેચાણ કરવા માં આવ્યું. પ્રજા એ આ વર્ષે ઉત્સાહ ભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. ગોધરા ની તહેવાર પ્રીય પ્રજા એ કોરોના મહામારી વચ્ચે તકેદારીઓ સાથે મકરસંક્રાંતિ પર્વ ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવા માં આવી.

આ પણ વાંચો: વડોદરાના સ્વિમિંગ ટ્રેનર સામે પરિણીતાની ફરિયાદ, કામક્રીડાના વીડિયો કર્યા હતા વાયરલ

તેમજ આજે દિવસ ભર પવન પણ સારો હોવાનાં કારણે પતંગ રસિયાઓ માટે પણ મોજ પડી ગઇ છે તેમજ આકાશમાં પતંગો ની પેચબાજી સાથે કાઇપો છે... ની ગૂંજ સાંભળવા મળી રહી છેતેમજ સાંજ થવા આવી છે ત્યારે આકાશ પણ જાણે ઉત્સાહ માં જોવા મળી રહ્યું હોય તેમ રંગ કેસરીયો જોવા મળી રહ્યો છે....
First published:

Tags: Makar sankranti 2022, Panchmahal, પંચમહાલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો