લૉકડાઉન : તમાકુના બંધાણીઓ માટે નીકળેલો મિરાજ ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસે 2.26 લાખની મિરાજ કબ્જે લીધી

લૉકડાઉન : તમાકુના બંધાણીઓ માટે નીકળેલો મિરાજ ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસે 2.26 લાખની મિરાજ કબ્જે લીધી
પોલીસે 2.26 લાખ રૂપિયાનો જથ્થો ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે લીધો છે.

રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિમાં પાનમાવાના બંધાણીઓના હાલ બેહાલ, મિરાજનો મોટો જથ્થો ઝડપાયો

 • Share this:
  ઝાલોદ : રાજ્યમાં એક તરફ લૉકડાઉનનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે તેવામાં વ્યસનીઓના હાલ બેહાલ થયા છે. વ્યસનીઓ પોતાના માદક દ્રવ્યો મેળવવા માટે તમામ હદ વટાવી રહ્યા છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં પાનની દુકાન ખૂલતા જ તેમાં પડાપડી કરનારા ગેરજવાદાર લોકોના વાયરલ વીડિયોની હજુ શાહી નથી સૂકાઈ ત્યાં ફરી એક વાર તમાકુને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે મિરાજના મોટા જથ્થા ભરેલા ટ્રકને ઝડપી પાડી પ્રતિબંધ હોવા છતાં હેરફેર કરી રહેલા ટ્રકને કબ્જે લીધો છે.

  બનાવની વિગત એવી છે કે રાજ્યમાં રાષ્ટ્રીય લૉકડાઉન 2.0 કાર્યરત છે. લૉકડાઉનના નિયમો મુજબ પાનના ગલ્લાની દુકાનો ખોલવાની છૂટ નથી. આ સ્થિતિમાં તમાકુના કાળાબઝારે માજા મૂકી છે. દરમિયાન ગઈકાલે રાજ્યના મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા ઝાલોદના અનવરપુરા પાસે પોલીસે પ્રતિબંધીત તમાકુ ભરેલી ટ્રક ઝડપી પાડી છે.  આ પણ વાંચો :  સુરેન્દ્રનગર : ગુટખાની દુકાન ખુલતા જ લોકોએ કરી પડાપડી, video જોઇને મગજ ચકરાઈ જશે

  પોલીસે રૂટિન તપાસ માટે ટ્રકને રોકી હતી. પોલીસના જવાનો જ્યારે ટ્રકની તલાશી લઈ રહ્યા હતા ત્યારે તેમાંથી મોટી માત્રામાં મિરાજનો જથ્થો મળી આવ્યો હતો. ઝાલોદ પોલીસે આ તપાસ દરમિયાન રૂપિયા 2.26 લાખ રૂપિયાની મિરાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં ટ્રક સહિત 7.26 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

  સુરેન્દ્રનગરમાં વીડિયો વાયરલ થયો , દુકાન ખુલતા જ પડાપડી

  સુરેન્દ્રનગરમાં એક વીડિયો ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે એક દુકાનમાં જવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. પહેલીવારમાં થાય કે આ વીડિયો કોઇ કરિયાણાની દુકાનનો છે પરંતુ એવુ નથી. આ વીજિયો પાન-મસાલા વેચાણ કરતી એક દુકાનનો છે. મહત્વનું છે કે, જ્યારથી લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારથી જ પાન, મસાલા, બીડીનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે આ વ્યસનનાં બંધાણીને પાન, મસાલો, બીડી મળવાની બંધ થઇ ગઇ છે. જોકે, સુરેન્દ્રનગરના સાયલાનો એક ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ કરી છે. આ દુકાનનાં માલિક સામે ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
  First published:April 27, 2020, 13:04 pm