Panchmahal: જિલ્લામાં COVID 19નાં 50 પોઝિટિવ કેસ, ગોધરા શહેરમાં 22 નવા કેસ નોંધાયા
Panchmahal: જિલ્લામાં COVID 19નાં 50 પોઝિટિવ કેસ, ગોધરા શહેરમાં 22 નવા કેસ નોંધાયા
૨૭ જાન્યુઆરી, પંચમહાલ, કોરોના અપડેટ્સ
હાલમાં કોરોના મહામારી ને લઈને તંત્ર કાર્યરત થયું છે જેનાં કારણે રાજ્ય સરકાર દ્વારા ગોધરા નગરમાં રાત્રે 10 થી સવાર નાં 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ (night curfew) પણ અમલમાં મૂકવામાં આવ્યું છે.
પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ૨૭-૦૧-૨૦૨૨ નાં રોજ કોરોના (corona) પોઝિટિવ કેસ (positive) ની સંખ્યા ૫૦ આવી છે. હાલમાં કોરોના મહામારી ને લઈને તંત્ર કાર્યરત થયું છે જેનાં કારણે રાજ્ય સરકાર દ્વારા ગોધરા નગરમાં રાત્રે ૧૦ થી સવાર નાં ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ (night curfew) પણ અમલમાં મૂકવામાં આવ્યું છે જેને પગલે તંત્ર તેમજ પોલીસ પ્રશાસન પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ રોજબરોજ આવી રહેલાં કોરોના પોઝિટિવ કેસને પણ અવગણી શકાય તેમ નથી. ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લામાં કોવિડ ૧૯ (COVID 19) નાં ૫૦ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને પેન્ડેમીક જાહેર કરવામાં આવ્યું છે. આ રોગને કાબૂમાં લેવા અર્થે અત્રેની આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ, ગોધરા દ્વારા અસરકારક અને ઘનિષ્ઠ સર્વેલન્સ ની કામગીરી તેમજ સ્ક્રીનીંગ ની કામગીરી તેમજ જરૂરી આ રોગને રોકવા નાં પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.તે અંગે ની કામગીરીનાં અહેવાલ મુજબ પંચમહાલ જિલ્લામાં આજરોજ કોવિડ ૧૯ પોઝિટિવ કેસની મળી આવેલ સંખ્યા ૫૦ છે. જેમાં શહેરી વિસ્તારમાં ગોધરામાં ૨૧, હાલોલમાં ૯ તથા કાલોલમાં ૪ કેસ મળી આવ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં ગોધરામાં ૫, હાલોલમાં ૧, કાલોલમાં ૩, શહેરા માં ૬ તથા જાંબુઘોડા માં ૧ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં કોરોના થી એક પણ વ્યક્તિ નું મરણ થયું નથી. તેમજ આજરોજ સારવાર હેઠળ રાખવામાં આવેલા વ્યક્તિઓ માં થી ૧૧૧ વ્યક્તિઓ ને રજા આપવામાં આવી છે.
આ સાથે પંચમહાલ જિલ્લામાં અત્યારસુધી મળેલ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૫૯૮ થઈ ગઈ છે. તેમજ તેની સામે આજરોજ ૧૮ વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા લોકોમાં રસીકરણનાં પ્રથમ અને દ્વિતીય ડોઝ આપેલ વ્યક્તિઓ ની સંખ્યા ૩૭૩૩ છે તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી કુલ પ્રથમ અને દ્વિતીય ડોઝ લીધેલા કુલ વ્યક્તિઓ ની સંખ્યા ૨૪,૩૦,૪૭૭ થવા પામી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર