મોરવા હડફ : કરમસદ પાલિકાના BJPના મહિલા કાઉન્સિલરનો પુત્ર 263 બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરવા હડફ : કરમસદ પાલિકાના BJPના મહિલા કાઉન્સિલરનો પુત્ર 263 બોટલ દારૂ સાથે ઝડપાયો
ઉપર હાઇલાઇટ કરેલ શખ્સ બ્રિજેશ પટેલ જેમના માતા કરમસદ પાલિકામાં ભાજપના મહિલા કાઉન્સિલર છે.

રાતોરાત ઝડપાયેલા બ્રિજેશ પટેલને છોડાવવા માટે દોડધામ કરી હોવાનું કહેવાય છે, સાથે દાહોદનો એક ઈસમ પણ ઝડપાયો

 • Share this:
    રાજેશ જોષી, પંચમહાલ : મોરવા હડફના ખાબડા ગામ પાસેથી પોલીસે  દારૂ ભરેલી કાર સાથે કરમસદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલર પુત્ર અને દાહોદ પંથકના એક ઇસમની ધરપકડ કરી હતી.કરમસદ પાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના  પુત્રની કાર માંથી 26 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે પ્રોહીબશન એક્ટ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ભાજપના કાઉન્સિલરના પુત્રની કાર માંથી વિદેશી દારૂ ઝડપાતાં જ સ્થાનિક રાજકારણમાં.મુદ્દો ચર્ચાનો વિષય બનવા સાથે ગોડફાધરો સહિતે રાતોરાત ઝડપાયેલા બ્રિજેશ પટેલને છોડાવવા માટે દોડધામ કરી હોવાનું કહેવાય છે !જોકે અંતે જોગવાઈ મુજબ બ્રિજેશનો જામીન પર છુટકારો થયો છે.

  હાલ સરકાર દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.બીજી તરફ મોરવા હડફ પોલીસે પેટ્રોલિંગ દ્વારા બાતમી આધારે ખાબડા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.  દરમિયાન દાહોદ તરફથી આવતી એક વેગન આર કારમાં પોલીસે તપાસ કરતાં જ અંદરથી 263 નંગ ક્વાર્ટરીયાનો 26,300 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે કારમાં બેઠેલા બ્રિજેશ સંજયકુમાર પટેલ,અતુલપાર્ક સોસાયટી વિદ્યાનગર અને અનિલ ખેમચંદ માવી ,રહે-વરમખેડા દાહોદની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચો :  ધોરણ 9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો નિર્ણય, મે-21માં યોજાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા

  પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો દાહોદ પંથક માંથી ભરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.પોલીસે ઝડપાયેલા બંનેને કોર્ટમાં રજૂ કરતાં બ્રિજેશ પટેલનો જામીન ઉપર છુટકારો થયો છે.ઉલ્લેખનીય છેકે વિદેશીદારૂ સાથે ઝડપાયેલી કાર ઉપર કાઉન્સિલર કરમસદ પાલિકા લખાણ લખવામાં આવ્યું હતું.

  જેની ગાડી માંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો એ કાર કરમસદ નગરપાલિકા ભાજપના મહિલા  કાઉન્સિલરના પુત્રની  હોવાનું સામે આવતાં જ સ્થાનિક રાજકારણમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

  આ પણ વાંચો :  સોનાના ભાવમાં ઉચ્ચતમ સ્તર કરતાં રૂપિયા 6000નો કડાકો, દિવાળી સુધીમાં સામાન્ય માણસ ખરીદી શકશે સોનું?

  જોકે પોલીસે વિદેશીદારૂ,કાર અને મોબાઈલ ફોન મળી કુલ 3.30લાખનો મુદામાલ કબ્જે લીધો છે.કાઉન્સિલર પુત્રની કારમાં વિદેશીદારૂનો જથ્થો કેમ ભરી અને ક્યાં લઈ જવાનો હતો એ તો એજ જાણે પરંતુ કાઉન્સિલર પુત્ર પ્રોહીબશન એક્ટ જોગવાઈના આરોપી બન્યા અને એમની કારમાં વિદેશીદારૂ મળી આવ્યો એ સત્ય બાબત છે ખેર ! આ બાબતને અન્ય રીતે કોઈ મુલવવાનો ભલે પ્રયાસ કરે !
  Published by:Jay Mishra
  First published:October 05, 2020, 21:20 pm