Home /News /madhya-gujarat /Panchmahal Corona Update: જિલ્લામાં કોરોનાના વળતા પાણી, જાણો આજે કેટલા આવ્યા કેસ

Panchmahal Corona Update: જિલ્લામાં કોરોનાના વળતા પાણી, જાણો આજે કેટલા આવ્યા કેસ

૨૩ ફેબ્રુઆરી, પંચમહાલ, કોરોના અપડેટ્સ

હાલમાં કોરોના મહામારી ને લઈને તંત્ર હળવા મૂડમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ માં વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે પોઝિટિવ કેસ માં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે.

    કોરોના, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ૨૩-૦૨-૨૦૨૨ નાં રોજ કોરોના (corona) પોઝિટિવ કેસ (positive) ની સંખ્યા ૦૨ આવી છે. હાલમાં કોરોના મહામારી ને લઈને તંત્ર હળવા મૂડમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ માં વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે પોઝિટિવ કેસ માં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ ગોધરા ખાતે મ્યુકર માઇકસ નાં કેસ આવતા પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લામાં કોવિડ ૧૯ (COVID 19) નાં ૦૨ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.

    વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને પેન્ડેમીક જાહેર કરવામાં આવ્યું છે. આ રોગને કાબૂમાં લેવા અર્થે અત્રેની આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ, ગોધરા દ્વારા અસરકારક અને ઘનિષ્ઠ સર્વેલન્સ ની કામગીરી તેમજ સ્ક્રીનીંગ ની કામગીરી તેમજ જરૂરી આ રોગને રોકવા નાં પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.તે અંગે ની કામગીરીનાં અહેવાલ મુજબ પંચમહાલ જિલ્લામાં આજરોજ કોવિડ ૧૯ પોઝિટિવ કેસની મળી આવેલ સંખ્યા ૦૨ છે.

    આ પણ વાંચો: ગ્રીષ્મા હત્યા કેસ: જાહેરમાં હત્યા કરનાર ફેનિલે ગુનો ન કબૂલ્યો, ફાસ્ટ ટ્રેકમાં ચાલશે કેસ

    શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોના નાં કેસ ઓછા થઈ જવા પામ્યા છે ત્યારે શહેરના વિસ્તારમાં ૦૧ પણ કેસ મળી આવ્યો નથી. કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા માં ઘટાડા ની સામે સારવાર હેઠળ રહેલા દર્દીઓ ને રજા આપવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ સારવાર હેઠળ રાખવામાં આવેલા વ્યક્તિઓ માં થી ૦૭ વ્યક્તિઓ ને રજા આપવામાં આવી છે. ત્યારે શહેરા ગ્રામ્ય માં થી ૦૧ અને મોરવા હડફ ગ્રામ્ય માં થી ૦૧ મળી આવ્યો છે.

    આ પણ વાંચો: સુરતમાં કરૂણાંતિકા: તળાવમાં ન્હાવા પડેલા મિત્રો ડૂબ્યા, 10 કલાક બાદ મળ્યા મૃતદેહો
    " isDesktop="true" id="1182559" >

    આ સાથે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી મળેલ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૩૭૧ કરતા વધુ થઈ ગઈ છે. તેમજ તેની સામે આજરોજ ૧૮ વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા લોકોમાં રસીકરણનાં પ્રથમ અને દ્વિતીય ડોઝ આપેલ વ્યક્તિઓ ની સંખ્યા 3324 છે તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી કુલ પ્રથમ અને દ્વિતીય ડોઝ લીધેલા કુલ વ્યક્તિઓ ની સંખ્યા ૨૫,૬૪,૩૩૫ કરતા વધુ થવા પામી છે. તેમજ હાલ જિલ્લામાં સક્રીય કેસ ની સંખ્યા કુલ ૨૩ થવા પામી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: કોરોના, પંચમહાલ

    विज्ञापन
    विज्ञापन