ગોધરા ટ્રેન કાંડ: 19 વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ઝડપાયો

ગોધરા ટ્રેન કાંડ: 19 વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ઝડપાયો
ગોધરા ટ્રેન કાંડનો આરોપી ઝડપાયો.

2002 Godhra train coach burning case: એસ.ઓ.જી.પોલીસે વૉન્ટેડ આરોપીને ગોધરા તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો, ઝડપાયેલા આરોપી સામે હત્યાનો પ્રયાસ, કાવતરું ઘડવા જેવા અનેક ગુના નોંધવામાં આવ્યા હતા.

 • Share this:
  રાજેશ જોષી, પંચમહાલ: ગોધરા સાબરમતી રેલવે હત્યાંકાડના ગુના (2002 Godhra train coach burning case)માં 19 વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ગોધરા એસ.ઓ.જી. બ્રાન્ચે તેના ગોધરા સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો છે. ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુનાનો નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક (Rafiq Hussain Bhatuk) થોડા દિવસ અગાઉ તેના ઘરે આવીને છૂપાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસ.ઓ.જી. શાખાના તથા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ટીમે (Godhra Town Police) તેના ઘરે જઈ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો.

  ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા હાલ વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપી પકડી કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. સુચના અન્વયે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા સંલગ્ન પોલીસ મથકો અને શાખાને ખાસ સૂચના આપી છે. જે અન્વયે ગોધરા એસઓજી પીઆઇ એમ.પી. પંડયા અને ટીમે પણ કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન એસ.ઓ.જી. પીઆઇને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી રેલવેકાંડના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં 19 વર્ષથી નાસતો ફરતો આરોપી રફીક ભટુક તેના ઘરે આવ્યો છે.  આ પણ વાંચો: સુરતના વરાછામાં લુખ્ખાગીરી: બદમાશો યુવાને માર મારીને કાર લઈને ફરાર થઈ ગયા

  જે બાદમાં એસઓજી અને ગોધરા બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ગોધરા સાબરમતી રેલવે હત્યાકાંડના ગુનામાં નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક (રહે. મોહમદી મહોલ્લા, સુલતાન ફળીયા)ની બાતમીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રફીક હુસેન ભટુક તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી તેના પાસેથી પોલીસે એક મોબાઇલ અને ચૂંટણીકાર્ડ સીઆરપીસીની કલમ 102 મુજબ કબ્જે લઈ ગુનાના અંગે વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: સુરતમાં ક્રૂરતાની હદ વટાવતો બનાવ: જીવતા શ્વાનને દોરડું બાંધીને બાઇક પાછળ ઢસડ્યો

  રફીક દિલ્હી ખાતે રહી ફેક્ટરીઓમાં નોકરી અને છૂટક મજૂરી કરતો હતો

  વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પાસે સર્જાયેલા સાબરમતી ટ્રેન હત્યાકાંડના રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં રફીક હુસેન ભટુકનો પણ સમાવેશ થતો હતો. રફીક ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટ્યો હતો અને દિલ્હીમાં જઈ ફેકટરીમાં કે અન્ય સ્થળે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે.

  સાબરમતી ટ્રેન હત્યાકાંડના ગુનામાં હજી સાત આરોપીઓ વૉન્ટેડ છે. જે પૈકી ચાર આરોપીના ટૂંકા અને અડધા નામ છે. જ્યારે બે આરોપીઓ સામે તેઓ પાકિસ્તાન કે અન્ય સ્થળે ભાગી ગયા હોવાની શક્યતાઓ વચ્ચે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં ગોધરાના શોકત ચરખા અને સલીમ પાનવાલાનો સમાવેશ થાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 16, 2021, 10:10 am

  ટૉપ ન્યૂઝ