Home /News /madhya-gujarat /

ગોધરાના 11 વર્ષના નિત્ય પરમારે 30 સેકન્ડમાં કર્યાં 51 પુશ-અપ્સ, બનાવ્યો રેકોર્ડ

ગોધરાના 11 વર્ષના નિત્ય પરમારે 30 સેકન્ડમાં કર્યાં 51 પુશ-અપ્સ, બનાવ્યો રેકોર્ડ

નિત્ય

નિત્ય પરમારે

રમતગમત ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવતો ગોધરાનો દીકરો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નામના મેળવી ચુક્યો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેણે 30  સેકન્ડમાં 51 પુશ-અપ્સ કરીને નામ નોંધાયેલા છે.

    પંચમહાલ: ખૂબ જ નાની ઉંમરમાં નિત્ય પરમાર ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં નવો  જ રેકોર્ડ સ્થાપિત કરી ગોધરાનું ગૌરવ વધાર્યું છે.  ધોરણ-1 થી 4 કેન્દ્રીય વિદ્યાલય ગોધરામાં અભ્યાસ સાથે કરાટેમાં ઓરેન્જ બેલ્ટ મેળવી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરની કરાટેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ રમત ગમતમાં ખૂબ જ રસ હોવાથી એમઆઈએસ અમદાવાદ વાઈટીમાં ધોરણ પાંચમાં ડીએલએસએસ સંસ્કારધામ  પ્રવેશ મેળવ્યો હતો.  સંસ્કાર ધામમાં football ની રમત પસંદ કરી અને ધોરણ 5માં અમદાવાદ જિલ્લા કક્ષાએ ઉપલબ્ધિ મેળવી તેમજ કરાટેમાં જિલ્લાકક્ષાના ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.

    પંચમહાલ ગોધરા તેમજ માતા-પિતાનું ગૌરવ વધારતો દીકરો નિત્ય પરમારના ઉંમર 11 વર્ષ છે. તે ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. જે ઉંમરે બાળકોને સારા ખોટાની સમજ પણ નથી આવતી તે ઉંમરે નિત્ય નેશનલ રેકોર્ડ બનાવી રહ્યો છે. રમતગમત ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવતો ગોધરાનો દીકરો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નામના મેળવી ચુક્યો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેણે 30  સેકન્ડમાં 51 પુશ-અપ્સ કરીને નામ નોંધાયેલા છે.

    2) ગોધરાની ઝકરીયા ઉર્દુ પ્રાથમિક શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષોનું માનવ જીવનમાં અમુલ્ય સ્થાન છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષો જાતનાં ફળો આપે છે તેમજ તેના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડી તમને રોકી રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે.

    આજે સમગ્ર વિશ્વમાં વૃક્ષારોપણ તથા પર્યાવરણ બચાવો સંદર્ભે જનજાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં ગત વર્ષથી કોરોના મહામારી ના કપરા સમયે ઓક્સિજનના અભાવે માનવજાતને હાલાકી વેઠવી પડી હતી. જે મહામૂલી કુદરતી પેટને પ્રાપ્ત કરવા અને પર્યાવરણને બચાવવાના ભાગરૂપે આજરોજ ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખ્યાતનામ એવી ઝકરિયા ઉર્દુ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ વિશે તેમજ વૃક્ષો વિશે સમજૂતી આપી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ સહિતે ઉત્સાહભેર 50  જેટલા વૃક્ષો વાવી શાળાની તો ખરી જ પરંતુ કુદરતની પણ શોભા વધારી હતી.
    First published:

    Tags: Award, Panchmahal, School, ગોધરા, છાત્ર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन