Home /News /madhya-gujarat /

Panchmahal: ઉત્તરાયણે જીવલેણ ચાઈનીઝ દોરી વેચનાર પર તંત્રની લાલ આંખ, 122 ચાઈનીઝ ફિરકી સાથે 1ની અટકાયત

Panchmahal: ઉત્તરાયણે જીવલેણ ચાઈનીઝ દોરી વેચનાર પર તંત્રની લાલ આંખ, 122 ચાઈનીઝ ફિરકી સાથે 1ની અટકાયત

વેગનપુર, ગોધરા, પંચમહાલ

ઉત્તરાયણ પર્વનાં અનુસંધાને કેટલાક ઇસમો ચાઇનીઝ દોરી ઉંચી કિંમતે વેચી આર્થિક લાભ મેળવવા ગેરકાયદેસર ધંધો કરતા હોય છે ત્યારે આ

    ગોધરા, પંચમહાલ: ઉત્તરાયણ પર્વ ને જૂજ દિવસો જ બાકી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલ નું વેચાણ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. ગોધરા તાલુકાની હદમાં આવેલા વેગનપુર ગામે જુની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે રોડ ઉપર થી ચાઈનીઝ દોરી નાં ૧૨૨ નંગ ફિરકા ઓ ના જથ્થા સાથે તાલુકા પોલીસ દ્વારા એક આરોપી ને પકડી પાડવા માં આવ્યો.

    પંચમહાલ જિલ્લા ગોધરા રેન્જ નાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નાં અનુસંધાને કેટલાક ઇસમો ચાઇનીઝ દોરી ઉંચી કિંમતે વેચી આર્થિક લાભ મેળવવા ગેરકાયદેસર ધંધો કરતા હોય છે ત્યારે આ દરમિયાન આ બાબતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય જેમાં જણાવાયું છે કે આવું ચાઈનીઝ દોરી નું વેચાણ કરનાર ઇસમો ને પકડી આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા માટે સુચના આપેલ છે.

    સુચના નાં આધારે નાયબ પોલીસ અધિક્ષક સી. સી. ખટાણા, ગોધરા વિભાગ, ગોધરા ના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે. ખાંટ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન, ને બાતમીદાર થી ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના વેગનપુર ગામે જુની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ આગળ ચોરી છૂપી થી ચાઈનીઝ દોરી ઉંચી કિંમતે વેચાણ નો ધંધો કરે છે .

    પી. આઈ. એમ. કે. ખાંટ ને મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્કોડા નાં પોલીસ સ્ટાફ નાં માણસો દ્વારા બાતમી મળેલ જગ્યાએ જઈને તપાસ કરતા હકીકત સાચી સાબિત થઈ હતી અને એક ઈસમ જેનું નામ ચેતનભાઈ ચંદુભાઈ પટેલ જે રામપુરા સ્વામિનારાયણ મંદિર ફળિયું, તા. ગોધરા, નો રહેવાસી છે તે ચાઈનીઝ દોરી નાં એક જ માર્કના નાં ૧૨૨ નંગ ફિરકા જેની કિંમત રૂપિયા ૧૮,૩૦૦/- થાય છે જે મુદ્દામાલ રાખી કલેકટર નાં જાહેરનામા નું ઉલંઘન કરેલ હોય તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Makar sankranti 2022, Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन