ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર પર જીવલેણ હુમલો, ઘટના કેમેરામાં કેદ

ધારાસભ્યને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે ડ્રાઈવર અને વકીલને વધુ ઈજા થઈ છે. હુમલા બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

News18 Gujarati
Updated: August 30, 2019, 4:52 PM IST
ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર પર જીવલેણ હુમલો, ઘટના કેમેરામાં કેદ
ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
News18 Gujarati
Updated: August 30, 2019, 4:52 PM IST
જનક જાગીરદાર, ખેડાઃ ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર પર 8 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્ય કાંતિ પરમારની રસ્તામાં કાર આંતરી કેટકાલ શખ્સો તૂટી પડ્યા હતા. આ દરમિયાન કાંતિ પરમાર અને તેના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે નડિયાદ સેશન્સ કોર્ટ નજીક ઠાસરાના ધારાસભ્ય(કોંગ્રેસ) કાંતિ પરમાર પર 8 શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તો હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ચારથી પાંચ શખ્સો હાથમાં લાકડી લઇને કાર પર હુમલો કરી રહ્યાં છે. આ દરમિયાન કાંતિ પરમાર કારની અંદર જ બેઠા છે. હુમલો કરવા આવેલા શખ્સો કાર પર લાકડી વડે વાર કરી રહ્યાં છે.

અહીં ક્લિક કરી વાંચોઃ VIRAL VIDEO: લંડનથી આવ્યા દીપિકા પાદુકોણ ગર્ભવતી હોવાનાં સમાચાર

જમીન બાબતે થયો હુમલો

ધારાસભ્ય કાંતિ પરમાર નડિયાદની સેશન્સ કોર્ટમાં મુદ્દતમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા એ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. કાંતિ પરમારને ડાકોરની 12 વીઘા જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે જ હુમલો કરવામાં આવ્યો હતો. રસ્તામાં હુમલો 8થી વધુ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. તેમજ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે ડ્રાઈવર અને વકીલને વધુ ઈજા થઈ છે. હુમલા બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિ પરમારનો ઠાસરા બેઠક પરથી ભાજપના રામસિંહ પરમાર સામે વિજય થયો હતો.
First published: August 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...