પંચમહાલ લોકસભા વિસ્તારમાં મતદાન સ્લીપમાં છબરડો, છપાઇ ખોટી તારીખ

News18 Gujarati
Updated: April 20, 2019, 12:31 PM IST
પંચમહાલ લોકસભા વિસ્તારમાં મતદાન સ્લીપમાં છબરડો, છપાઇ ખોટી તારીખ
પ્રતિકાત્મક તસવીર

18 પંચમહાલ લોકસભાની વિસ્તારમાં મોરવાહદફ વિધાનસભા વિસ્તારમાં મતદાન સ્લીપમાં છબરડાનો મામલો સામે આવ્યો છે.

  • Share this:
મિતેષ ભાટિયા, મહિસાગરઃ લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દરેક પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતાર્યા છે. દરેક પક્ષો ઉમેદવારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે મતદાન સ્લીપ આપતા હોય છે. પરંતુ પંચમહાલ લોકસભા બેઠકમાં મતદાન સ્લીપમાં છબરડો જોવા મળ્યો હતો. આપવામાં આવેલી સ્લીપોમાં મતદાનની ખોટી તારીખ છપાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે 18 પંચમહાલ લોકસભાની વિસ્તારમાં મોરવાહદફ વિધાનસભા વિસ્તારમાં મતદાન સ્લીપમાં છબરડાનો મામલો સામે આવ્યો છે. વહેંચવામાં આવેલી મતદાન સ્લીપમાં મતદાન ખોટી તારીખ છપાઈ ગઈ છે. જેથી સમગ્ર મામલે મુખ્ય ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

તેમજ તાત્કાલિક ધોરણે સ્લીપો બદલી યોગ્ય મતદાનની તારીખ વાળી સ્લીપ આપવાનો આદેશ કરવામાં આવ્યા છે. જેથી તંત્ર દ્વારા સ્લીપો માં તારીખ બદલાવી તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ મોરવાહદફના આસિસ્ટન રિટેનિગ ઓફિસરને સોકોજ નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
First published: April 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading