Home /News /madhya-gujarat /

Mahisagar: મહીસાગરમાં લગ્નના બે મહિના બાદ જ પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

Mahisagar: મહીસાગરમાં લગ્નના બે મહિના બાદ જ પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરવાનું વિચારી ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો.

Mahisagar News: પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળી ગયેલ પરિણીતાએ ગત રોજ ઘરમાંજ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિણીતાના પરિવાર જનો સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ. અર્થે સંતરામપુર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવા માં આવી હતી.

વધુ જુઓ ...
    મિતેષ ભાટિયા, મહીસાગર : ગુજરાતમાં એક બાદ એક મહિલાઓ પર અત્યાચારો (Atrocities on women)ની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ભોગ બનેલી મહિલાઓ આત્મહત્યા  (Suicide) કરી રહી હોવાના અનેક કિસ્સાઓ પૈકી તાજેતરમાં અત્યાચારનો ભોગ બનનાર પરિણીત મહિલાને આખરે આત્મહત્યા કરવાનો વારો આવ્યો હોવાની ઘટના મહીસાગર (Mahisagar) જિલ્લામાં સામે આવી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારમાં આવેલ રિંછડી ગામે રહેતા રતનસિંહ ભમાતની પુત્રીના બે મહિના અગાઉ દાહોદ જિલ્લાના ભોજેલા ગામે લગ્ન થયા હતા અને પુત્રી અને જમાઈ સંતરામપુર નગરના સત્ય પ્રકાશ સોસાયટીમાં રહેતા હતા.

    લગ્ન જીવનની શરૂઆતના દિવસોમાંથી જ પતિ દ્વારા પત્નીને શારિરીક અને માનસિક ત્રાસ આપી મારઝુડ કરવાનું ચાલુ થઈ ગયું હતું. અવાર નવાર બહાર ગામ ગયા હોય કે પછી ઘરે હોય પતિ દ્વારા વારંવાર મારઝુડ કરી અસહ્ય ત્રાસ આપવામાં આવતો હતો. પતિ બ્રિજેશ કટારા દ્વારા હદ વટાવી મહિલાને હાથના ભાગે સહિત અન્ય જગ્યાએ પતરી (બ્લેડ) વડે ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી. તેમજ હાથના ભાગે નસ કાપવાનો પણ પ્રયાસ પતિ દ્વારા કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો- લગ્ન મંડપમાં ગવાતા લગ્ન ગીતો મરસિયાંમાં ફેરવાયા, કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ આત્મહત્યા કરી લીધી

    આખરે પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરવાનું વિચારી ઘરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિણીતાના પિતા સહિત પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવતા પતિને મેથીપાક ચાખાડયો હતો અને જ્યાં સુધી ફરિયાદ નોધવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. ફરજ પર હાજર સ્થાનિક પોલીસ દ્વારા ભારે હોબાળો થતાં જિલ્લાની અન્ય પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અને પોલીસે મામલો શાંત પાડી પતિ સામે શારિરીક માનસિક ત્રાસ સહિત હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો- અમદાવાદ પહોંચતા જ ઔવેસીએ કહ્યું- બાબરી મસ્જિદ ખોઇ છે હવે બીજી કોઇ મસ્જિદ અમે નહી ગુમાવીએ

    પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળી ગયેલ પરિણીતાએ ગત રોજ ઘરમાંજ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિણીતાના પરિવાર જનો સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પી.એમ. અર્થે સંતરામપુર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવા માં આવી હતી. ત્યાં હત્યારા પતિને પરિણીતાના પિતા સહિત પરિવારજનોએ કેમ મારી છોકરીની હત્યા કરી કહી માર મારવામાં આવ્યો હતો અને કપડાં પણ ફાડી નાખ્યા હતા. ત્યાર બાદ પરિવારજનો દ્વારા ફરિયાદ નોધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પી.એમ. અર્થે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પોલીસની દેખરેખ હેઠળ મોકલી આપવામાં આવ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Mahisagar, Mahisagar News, Woman suicide, મહીસાગર

    આગામી સમાચાર