મિતેષ ભાટિયા, મહિસાગર : મહિસાગર જિલ્લાના કોઠબા પોલીસ સ્ટેશન (kothamba police station) વિસ્તારમાં વિધવા દીકરી (Widowed daughter) ના પ્રેમમાં પાગલ યુવાનની પિતાએ હત્યા (Mahisagar Murder) કરી હત્યાને આત્મહત્યામાં ખપાવવા મૃતદેહને કુવામાં ફેંકી પુરાવાના નાશ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આખરે હત્યાનો ભેદ ઉકેલી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હત્યા કરવામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરી છે .
પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જેસોલા ગામની સીમમાં આવેલ એક અવાવરૂ કૂવામાંથી ડી કંપોઝ હાલતમાં એક યુવાનના મૃતદેહ મળી આવ્યો હતો. જેસોલા ગામે કુવામાં મૃતદેહ હોવાથી આજુબાજુ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી, જેને લઇને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે જઇ યુવાનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી મૃતદેહની ઓળખ માટે સ્થાનિક લોકોને બોલાવવામાં આવ્યા હતા. બાદમાં મરણ જનારના યુવાનની ઓળખ થઇ હતી.
જોકે મળી આવેલ મૃતદેહના માથાના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું નિશાન જોવા મળ્યું હતું, જેને લઇને પોલીસે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવી એફ.એસ.એલ.ની પણ મદદ લઇ આગળની તપાસ તેજ કરી હતી ત્યારે યુવાનના મૃતદેહનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં મરણ જનાર યુવાન કુંડા ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું.
આ બાજુ જેસોલા ગામે રહેતા વાઘાભાઈ રતન સિંહ પરમારની દીકરીનું લગ્ન થાણા સાવલી ગામે કર્યું હતું. પરંતુ દીકરી વિધવા થયા બાદ પોતાના પિતા ના ઘરે જેસોલા ગમે રહેતી હતી જેના કોઈ ઈસમ સાથે પ્રેમ સંબંધ હોવાનું પિતાને જાણ થઇ હતી, જેના કારણે પિતાએ બહેલાવી ફોસલાવીને પ્રેમમાં પાગલ યુવાનને ખેતરમાં બોલાવી તિક્ષણ હથિયાર વડે માથાના ભાગે ઈજાઓ કરતા યુવાનું મોત નીપજ્યું હતું. બાદમાં પોતાના બદ ઈરાદાને છુપાવવા હત્યાને હેમખેમ રીતે આત્મહત્યામાં ખપાવવા તેના પુરાવા નાશ કરી યુવાનના મૃતદેહને કુવામાં ફેંકી દીધો હતો.
જોકે પોલીસને મરનાર યુવનનો પ્રેમ સંબંધ હોવાની જાણ થતા શકના આધારે તે દિશામાં તપાસ હાથ ધરતા દીકરીના પિતાની પ્રાથમિક તપાસ હાથ ધરતા આખરે દીકરીના પ્રેમમાં યુવાનની પિતાએ હત્યા કરી હોવાનું કબૂલાત કર્યું હોવાનું નાયબ પોલીસ અધિક્ષક પી એસ વણવી દ્વારા ન્યૂઝની ખાસ વાતચીતમાં જણાવવામાં આવ્યું છે, ત્યારે દીકરીના પિતા દ્વારા હત્યા કરવામાં આવીની કબૂલાતમાં હત્યા કરવામાં અન્ય કોણ કોણ સામેલ છે, તે પોલીસ તપાસનો વિષય બન્યો છે, ત્યારે પોલીસે આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મરણ જનાર યુવાન ભગવાનભાઈ રામાભાઇ માછી રહે કનોડા ગામે અને આરોપી વાઘાભાઈ રતન સિંહ પરમારની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે અવારનવાર જેસોલા ગામમાં તેના ઘરે રાત્રિના સમયે તેની છોકરીને મળવા આવતો હોવાની જાણ આરોપી પિતાને થતા આરોપી પિતાએ સમાજમાં બદનામી થતી હોવાથી મરણ જનાર યુવાનને છેતરી સીમમાં બોલાવી માથાના ભાગે મારક હથયાર વડે હુમલો કરી મોત નિપજાવી હત્યાને આત્મહત્યામાં ખપાવવા તમામ એવિડન્સ પુરાવા નાશ કરીને મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું આરોપીએ કબૂલાત કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર