Home /News /madhya-gujarat /

શહેરાના MLAનો વીડિયો વાયરલ, જેઠા ભરવાડને માતા આપે છે પરચો!

શહેરાના MLAનો વીડિયો વાયરલ, જેઠા ભરવાડને માતા આપે છે પરચો!

જેઠા ભરવાડનો ફાઈલ ફોટો, બીજી તસવીરમાં તેઓ ધૂણતા નજરે પડે છે

જેઠાભાઈ ધૂણતાં-ધૂણતાં કહી રહ્યા છે કે, 'જા બેટા આ ચૂંટણી તુ જીતી જઈશ.'

    મહીસાગરઃ છાશવારે અંધશ્રદ્ધાના બનાવો સામે આવતા રહે છે ત્યારે સોશિયલ મીડિયામાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ધારાસભ્ય ડાકલાના તાલે ધૂણતા નજરે પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડાલકા વાગી રહ્યા છે, સામે માતાજીનો પાટ માંડવામાં આવ્યો છે અને ધારાસભ્ય ડાલકાના તાલે હાંકલા-પડકારા કરી રહ્યા છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે પંચમહાલના શહેરા વિસ્તારના ધારાસભ્ય તેમજ પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડના શરીરમાં માતા આવે છે. તેઓ માતાજીનો પરચો આપતા કહે છે કે ચૂંટણીમાં તેમની જ જીત થશે. જેઠાભાઈ ધૂણતાં-ધૂણતાં કહી રહ્યા છે કે, 'જા બેટા આ ચૂંટણી તુ જીતી જઈશ.'

    વીડિયોમાં જેઠા ભરવાડ જેવી રીતે ચૂંટણીમાં જીતની વાતો કરી રહ્યા છે તે પરથી લાગે છે કે વીડિયો ચૂંટણી પહેલાનો છે. જોકે, ઈટીવી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તેમજ આ વીડિયો 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાનો છે કે પછી બીજી કોઈ ચૂંટણી પહેલાનો તે પણ જાણી શકાયું નથી.

    સ્ટોરીઃ મિતેષ ભાટિયા, મહીસાગર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mahisagar, Panchmahal, ચૂંટણી`

    આગામી સમાચાર