Home /News /madhya-gujarat /મહીસાગર : BJPના કાર્યકરના જન્મદિનની ઉજવણીમાં બીયરની રેલમછેલ, જાહેરમાં ટોળા વચ્ચે તલવારથી કેક કાપી

મહીસાગર : BJPના કાર્યકરના જન્મદિનની ઉજવણીમાં બીયરની રેલમછેલ, જાહેરમાં ટોળા વચ્ચે તલવારથી કેક કાપી

Viral video ના સ્ક્રિન ગ્રેબની તસવીર

વીડિયો વીરપુર તાલુકાનો હોવાનું અનુમાન, વાયરલ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે વીપપુર પોલીસ મથકે કરી જાણ. ગાંધીના ગુજરાતમાં છાકટા યુવાનોએ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા

મહીસાગર : સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના (BJP) યુવાન કાર્યકરના જન્મદિનની (youth worker) ઉજવણીના (Birthday celebration in mahisagar) પ્રસંગમાં જાહેરમાં બીયરની બોટલો (Beer) ઉછળી અને કેક કપાઈ હોવાના એક વાયરલ વીડિયોથી (Viral video of mahisagar) સમગ્ર મધ્યગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આ કથિત વીડિયોમાં (Viral video of virpur) યુવા મોરચના કાર્યકર કવન પટેલનો (Kavan patel birthday party) તલવારથી કેક કાપીને ટોળા વચ્ચે જન્મદિન ઉજવવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ (MLA Ajitsinh chauhan) હરકતમાં આવ્યા અને તેમણે વીરપુર પોલીસને (Mahisagar Police) જાણ કરી હતી.

બનાવની વિગત એવી છે કે સોશિયલ મીડિયામાં મહિસાગર જિલ્લાના એક જન્મદિનની ઉજવણીના પ્રસંગનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવાનાના ટોળાએ જાહેરમાં કેક કાપીને એક યુવકનો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસ ઉજવવો એ કોઈ ખોટી બાબત નથી પરંતુ પોલીસના જાહેરનામા મુજબ અનેક જિલ્લામાં તલવારથી કેક કાપવાની મનાઈ છે. વધુમાં રાજ્યમાં દારૂબંધી છે. આ કિસ્સામાં તો ભાજપના કાર્યકરના જન્મદિવસમાં બિયરની રેલમછેલ થઈ છે.

આ પણ વાંચો :  સુરતથી અમદાવાદ આવી રહેલા 574 લોકોમાંથી 23 કોરોના પોઝિટિવ, 19 લોકોને પરત મોકલ્યા

એક તરફ રાજ્ય કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંક 40,000નો આંકડો વટાવી ચુક્યું છે. મોતનું કબ્રસ્તાન બનીને ગુજરાત ચોંધાર આંસુએ ન રડે તે માટે તબીબો દિવસ રાત હૉસ્પિટલમાં પરસેવો પાડી રહ્યા છે. સરકારે લાખો કરોડો રૂપિયાની નુકશાની વેઠીને લૉકડાઉન ભર્યા છે. આ સ્થિતિમાં સત્તાધારી પક્ષના કેટલાક યુવાનોએ છાકટા થઈને સત્તાના મદમાં કાયદો-વ્યવસ્થાનું ચીરહરણ કર્યું છે.

યુવક બોર્ડનના મહીસાગર જિલ્લાના પ્રમુખ પણ પાર્ટીમાં શામેલ

પ્રાપ્ત અહેવાલો મુજબ આ પાર્ટીમાં મહીસાગર જિલ્લાના ગુજરાત રાજ્ય સ્વામીવિવેકાનંદ બોર્ડના જિલ્લા પ્રમુખ યોગેન્દ્ર મહેરા પણ શામેલ હતા. આ યુવક બોર્ડ સ્વામી વિવેકાનંદના આદર્શ વિચારો પર ચાલે છે જો, દારૂપાર્ટીમાં જોડાનારા કે જાહેરમાં બિયર ઉછાળનારા યુવકોના આદર્શ આ પ્રકારે હરકતો કરશે તો મહીસાગર જિલ્લાનો યુવાન કોની અને કેવી પ્રેરણા લેશે તે પણ આ વ્યવસ્થાના વડાઓ વિચારવું રહ્યું.



આ પણ વાંચો :  અમદાવાદ : 'મારા પતિના મેન્ટલ ટોર્ચરથી આત્મહત્યા કરું છું', લગ્ન સંબંધનો કરૂણ અંજામ

એક હાથમાં તલવાર બીજા હાથમાં બીયર

દરમિયાન આ વીડિયોમાં જોવા મળતા મુજબ યુવકના એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં બીયર છે. ગાંધીના ગુજરાતમાં કાગળિયે રૂડી એવી દારૂબંધ વારંવાર ખુલ્લી થઈ જાય છે. સાંઠગાઠ અને મળતિયાઓના કારણે રાજ્યની જનતા અનેકવાર આવા વરવા દૃશ્યો નિહાળી ચુકી છે ત્યારે કોરોનાકાળમાં થયેલા નગ્નનાચ સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવું જ રહ્યું
First published:

Tags: કોરોના વાયરસ, વાયરલ વીડિયો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો