Home /News /madhya-gujarat /ટાઈગર અભી જિંદા હૈ: ગુજરાતમાં અહીં વાઘ હોવાનો ગામ લોકોએ કર્યો દાવો

ટાઈગર અભી જિંદા હૈ: ગુજરાતમાં અહીં વાઘ હોવાનો ગામ લોકોએ કર્યો દાવો

મહીસાગર જિલ્લામાં હાલ તો ફરી વાઘ હોવાના સમાચારના પગલે વન વિભાગ દ્વારા વાઘ હોવાના પુરાવા શોધવામાં લાગ્યા છે.

મહીસાગર જિલ્લામાં હાલ તો ફરી વાઘ હોવાના સમાચારના પગલે વન વિભાગ દ્વારા વાઘ હોવાના પુરાવા શોધવામાં લાગ્યા છે. જ્યાં-જ્યાં વાઘ દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યું છે તે પશુ પર દાંતના નિશાન સહીત વિસ્તારમાંથી પગ માર્ગના નિશાન અંગે વાઘ હોવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
    મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર જિલ્લામાં ફરી એક વાર 'ટાઈગર જિંદા હે' ના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ખાનપુરના જેઠોલા ગામે બકરાનું મારણ કર્યા બાદ એક બાદ એક વાઘ દ્વારા પશુઓના મારણ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ગામની આસ પાસના જંગલમાં વાઘ હોવાનું ગામ લોકો દાવો કરી રહ્યા છે અને ગામ લોકોને વાઘએ દેખો પણ દીધો છે. ગત રાત્રીએ ફરી બકરા અને નીલ ગાયની મારણ કરી ઘરની બહાર બાંધવામાં આવેલ બકરાનું પણ મારણ કરાયું હોવનું હાલ ગામ લોકો જણાવી રહ્યા છે.

    બીજી તરફ એક બાદ એક પશુઓના મારણને લઇ સ્થાનિક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે રાત પડે ને જાણે દિવસ જેવો માહોલ આ વિસ્તાર જોવા મળી રહ્યો છે. ગામ લોકોને વાઘએ દેખો દીધા બાદ ભય પણ ફેલાયો છે. પરિવાર બાળકો અને પશુઓની ચિંતા ગામ લોકોને છેલ્લા 15 દિવસથી સતાવી રહી છે ત્યારે ગામ લોકો દ્વારા સમગ્ર બાબતે વન વિભાગને જાણ કરી છે ત્યારે વન વિભાગ દ્વારા વાઘની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ વન વિભાગ દ્વારા જંગલ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું હાલ  જણાવવામાં આવી રહ્યું છે અને ખાનપુર વન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે.

    જોકે હાલમાં અહીં વાઘ હોવાનું પણ નકારી ન શકાય તે દિશા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જિલ્લાના મુખ્ય વન અધિકારી એન વી ચૌધરી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે છે  ત્યારે અગાઉ પણ વાઘ હોવાની ગ્રામજનોએ વાત વહેતી કરી હતી. સ્પષ્ટ વાઘ ફોટા પાડીને પણ વન વિભાગને આપવામાં આવ્યા હતા પરંતુ વન વિભાગ દ્વારા દીપડો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું. એવા સમયમાં લુણાવાડા તાલુકાના કંતારના જંગલમાંથી વાઘનો મુતદેહ મળી આવ્યો હતો ત્યારે મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ફરી આવી બેદરકારી છતી ન થાય તે હેતુ થી વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી જતન કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.

    આ પણ વાંચો-વાલીઓ સાવધાન! યુવાધન હવે દારૂ હુક્કા નહીં પણ આ વસ્તુના બન્યા વ્યસની

    મહીસાગર જિલ્લામાં હાલ તો ફરી વાઘ હોવાના સમાચારના પગલે વન વિભાગ દ્વારા વાઘ હોવાના પુરાવા શોધવામાં લાગ્યા છે. જ્યાં-જ્યાં વાઘ દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યું છે તે પશુ પર દાંતના નિશાન સહીત વિસ્તારમાંથી પગ માર્ગના નિશાન અંગે વાઘ હોવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા એક વાર મહીસાગર જિલ્લા માં વાઘ દેખાયો છે. વાઘ હોવાના સમાચાર નકારી ન શકાય તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું વન વિભાગ મહીસાગર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. મહિસાગર જિલ્લામાં ફરી વાઘ જોવા મળ્યો છે.

    આ પણ વાંચો- ગુજરાતમાં SBI બેંકના ATM માંથી પૈસા કપાઈ ગયા પણ વિડ્રોલ નથી થયા તો ચેતી જજો?

    મહીસાગર જિલ્લામાં 2 વર્ષ અગાઉ લુણાવાડાના જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો અને તે સમયે પણ વન વિભાગે પુષ્ટિ પણ કરી ન હતી અને વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે અંતે તે વાઘનું મોત પણ નીપજ્યું હતું પરંતુ સ્થાનિક લોકો દ્વારા વાઘ પરિવાર સાથે રહેતો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે જંગલમાં નાઈટ વિજન કેમેરા મૂકી સચોટ તપાસ કરવામાં આવે કેમ કે મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Mahisagar News, Tiger, ગુજરાત, મહિસાગર