શિક્ષણ જગતને શર્મસાર કરતો એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે. જે જોઈ તમે પણ કહી ઉઠશો કે શું આ લોકો બાળકોનું ઘડતર કરશે? મહીસાગર (Mahisagar)માં એક એવો વીડિયો વાયરલ (Teacher's Video Viral) થયો છે જેનાથી શિક્ષણ જગત શર્મસાર થયું છે. આ વીડિયોમાં શિક્ષકો બિન્દાસ્ત દારુ પીતા (Video of teachers drinking alcohol) જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં વીરપુર તાલુકા પંચાયતના સભ્ય અને રિટાયર્ડ શિક્ષક હાથમાં દારૂની બોટલ સાથે કારમાં ગીતના તાલે ઝુમતા જોવા મળે છે. જો કે, વાયરલ થયેલા વીડિયો અંગે ન્યૂઝ18 પુષ્ટિ કરતુ નથી. વીડિયોમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ હોવાની ચર્ચા છે.
બાળકોનું ઘડતર અને સંસ્કારનું સિંચન કરતા શિક્ષકો દારૂની બોટલ સાથે સભ્ય સમાજને શોભે નહીં તેવી હરકતો કરતા જોવા મળતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દારુના નશામાં ધીંગામસ્તી કરતા આ શિક્ષકો દેશનું ભવિષ્ય કેવી રીતે ઘડશે એ મસમોટો સવાલ છે.
બાળકોનું ઘડતર અને સંસ્કારનું સિંચન કરતા શિક્ષકો ગાંધીના ગુજરાતમાં દારૂની બોટલ સાથે સભ્ય સમાજને શોભે નહીં તેવી હરકતો કરતા જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ લોકોના મનમાં એવા પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે કે, ગુજરાતમાં તો દારૂબંધી છે તો આ શિક્ષકો દારૂ લાવ્યા ક્યાંથી?
આ તરફ અમદાવાદથી પણ ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. મણિનગરમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા અસામાજિક તત્વો રીતસર હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. વીડિયોમાં કેટલાક યુવાનો ગાર્ડનમાં બિન્દાસ્ત અને ખુલ્લેઆમ હુક્કાપાર્ટી કરતા નજર આવી રહ્યા છે. આવા તત્વોને કારણે ગાર્ડનમાં આવતા લોકોને અનેક વખત હેરાનગતીનો સામનો કરવો પડે છે. જોકે આ ગાર્ડનમાં એક મહિલાએ હિંમતભેર હુક્કા પાર્ટી કરતા અસામાજિક તત્વોનો વીડિયો ઉતારી લીધો હતો. ઇશનપુર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર