Dhruv Darji, Mahisagar : નેપાળની ભૂમિ પર મહિસાગર જિલ્લાના ખેલાડીઓએ ગોલ્ડ જીતી ભારતનો તિરંગો લહેરાવ્યો, સંયુક્ત ભારતીય ખેલ ફાઉન્ડેશન આયોજિત ઇવેન્ટ સેવન ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભારત, કતાર, અને નેપાળ ત્રણ દેશોએ ભાગ લીધો હતો. તેમાં મહીસાગરના ખેલાડીઓએ નેપાળમાં ઐતિહાસિક જીત મેળવી નેપાળમાં પણ ભારતનો તિરંગો લહેરાવ્યો મહીસાગરના આ ખેલાડીઓએ અલગ અલગ ગેમ્સમાં ગોલ્ડ તેમજ સિલ્વર જીતીને રેકોર્ડ બનાવ્યો છે.
આ ઇવેન્ટમાં ભારતના 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં મહીસાગર જિલ્લાના 15 ખેલાડીઓ વાઇબ્રન્ટ વેવ્સ સ્કૂલના તેમજ એક ખેલાડી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આ ઇવેન્ટ માટે સિલેક્ટ થયા હતા. આ ખેલાડીઓ 15 નવેમ્બર ના રોજ નેપાલ જવા માટે ટ્રેનમાં રવાના થયા આ બાળકોને માર્ગદર્શન આપવા માહી સ્પોર્ટ્સ એકેડમી ના કોચ પણ સાથે રહ્યા હતા. મહીસાગર ના આ કાફલા એ 17 ,18 અને 19 તારીખ દરમિયાન જુદી જુદી રમતો રમી ઇતિહાસ રચ્યો.
સાત ખેલાડીઓએ સ્કેટિંગમાં ગોલ્ડ મેળવ્યો
દેવાંશ ડીંડોર, પર્વ દોશી, ભવ્ય કદમ, ચેત્સી પટેલ, કેવિન પટેલ, રિયાંશ પંચાલ અને વ્યોમ પટેલે મેડલ મેળવ્યા છે. તો ત્રણ ખેલાડીઓએ કરાટેમાં ગોલ્ડ મેળવ્યો છે જેમાં સાનિયા મલેક, પહલ પટેલ, પ્રોક્ષી પટેલનો સમાવેશ થાય છે. તો બેડમિન્ટનમાં સોલો અને ટીમમાં એમ બે પ્રકારે રમત રમી ત્રણ ખેલાડીઓએ ગોલ્ડ અને એક ખેલાડીએ સિલ્વર મેળવ્યો હતો. યુગવીર ડિંડોર, ભવ્ય ડબગર, ઋષભ પંચાલ, સાત્વિક ભાવસાર ( સિલ્વર)એક ખેલાડી જાનવી પુવારે એથલેટિક્સમાં પણ ગોલ્ડ મેળવ્યો હતો. ઉપરાંત એક ખેલાડી તેજસ મારિયાએ ટેક વાંડું સ્પર્ધામાં સિલ્વર મેળવ્યો હતો.
આ ખેલાડીઓએ ફક્ત મહીસાગરનું નહીં પરંતુ આખા દેશનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીઓની જીત બાદ તેમના પ્રિન્સિપાલે તેમના પેરેન્ટ્સને આટલો સપોર્ટ કરવા માટે આભાર માન્યો હતો તેમજ પ્રિન્સિપાલે આ ખેલાડીઓને ટ્રોફી ફરી એકવાર આપી પ્રેમ વ્યક્ત કર્યો હતો. ખેલાડીઓના માતા પિતાએ વેકેશન દરમિયાન પણ પ્રેક્ટિસ કરાવવા બદલ માહી સ્પોર્ટ્સ એકેડમીના કોચ સંજુસિંહ બઘેલનો પણ આભાર માન્યો હતો.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર