સાંપ કરડતા ખેડૂત ઉશ્કેરાયો, સાંપને મોંઢેથી ચાવી ચાવીને મારી નાખ્યો, ખેડૂતનું પણ મોત

News18 Gujarati
Updated: May 7, 2019, 7:21 AM IST
સાંપ કરડતા ખેડૂત ઉશ્કેરાયો, સાંપને મોંઢેથી ચાવી ચાવીને મારી નાખ્યો, ખેડૂતનું પણ મોત
જેમાં છોકરીના જ્યારે લગ્ન થાય છે તો માં-બાપ દિકરીને ઝેરીલો સાપ દહેજમાં આવી છે. અને જેટલા વધુ ઝેરીલા સાપ એટલું મોટું દહેજ આપ્યું માનવામાં પણ આવે છે. ગૌરીયા સમુદાય વર્ષોથી આ પરંપરા તેમના લગ્નમાં નીભાવે છે. અને આજે પણ ગામડામાં આ પ્રથાને નિભાવવામાં આવે છે.

ખેડૂતને ખબર પડી કે સાંપે દંશ માર્યો તો તેમને ગુસ્સો આવી ગયો અને તુ મને કરડીશ તેમ કહી તેને પકડી મોંઢામાં ચાવી ચાવી મારી નાખ્યો.

  • Share this:
મોટાભાગે સાંપ માણસને કરડે અને માણસનું મોત થયાના સમાચાર તમે સાંભળ્યા હશે, પરંતુ માણસ સાંપને કરડી કરડીને મારી નાખે તેવું લગભગ નહી સાંભળ્યું હોય, પરંતુ મહિસાગરના સંતરામપુર વિસ્તારમાંથી આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં માણસે સાંપને કરડીને મારી નાખ્યો. જોકે, તે માણસનું પણ મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના અજનવા ગામે રહેતા ખેડૂત પરબતભાઈ બારીયા નામના વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સાંપે ડંશ માર્યો. ખેડૂતને ખબર પડી કે સાંપે દંશ માર્યો તો તેમને ગુસ્સો આવી ગયો અને તુ મને કરડીશ તેમ કહી તેને પકડી મોંઢામાં ચાવી ચાવી મારી નાખ્યો.

આ ઘટના સમયે ખેડૂત સાથે કામ કરી રહેલા તેના પરિવારનાના જણાવ્યા અનુસાર, પરબતભાઈ દ્વારા આ રીતે સાંપને બચકાં ભરતા જોઈ અમે પણ આશ્ચર્ય હતા. તેમણે મોંઢામાંથી સાંપ કાઢ્યો તો તે મરી ગયો. પરંતુ થોડા જ સમયમાં તેમની તબીયત લથડી, કારણ કે સાંપનું ઝેર તેમના શરીરમાં ચઢ્યું.

પરિવારે કહ્યું કે, અમે તુરંત તેમને લુણાવાડા હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ તેમની હાલત વધુ ગંભીર જણાતા ડોક્ટરે તેમને ગોધરા લઈ જવાનું કહ્યું, તેથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા. પરંતુ, આટલા સમયમાં ઝેર પૂરા શરીરમાં ફેલાઈ જતા, તેમનું મોત થયું છે.
First published: May 6, 2019
વધુ વાંચો
अगली ख़बर