લુણાવાડામાં વોચમેને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીને રૂમમા લઇ જઇ કર્યો રેપ

News18 Gujarati | Pradesh18
Updated: October 17, 2016, 3:41 PM IST
લુણાવાડામાં વોચમેને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીને રૂમમા લઇ જઇ કર્યો રેપ
મહીસાગરઃમહીસાગર જિલ્લાના લૂણાવાડામાં આવેલી એક સ્કુલની વિધાર્થીની સાથે શાળાના જ વોચમેને દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.મહીસાગર જિલ્લાના લૂણાવાડામાં આવેલી એક નામાકીંત હોસ્ટેલમાં 14 વર્ષની વિદ્યાર્થીનીને તેના સાથે રહેતી અન્ય વિધાર્થીનીઓ સાથે પેનના અવાજ કરવાના કારણે ઝઘડો થયો હતો.જેથી વિદ્યાર્થીનીને લાગી આવતા હોસ્ટેલના બીજા માળેથી કુદકો લગાવી લીધો હતો.જેમાં વિધાર્થીનીને સામાન્ય ઈજા પહોંચી હતી..ત્યારે બ્રાઈટ ડે હોસ્ટેલના વોચમેન જયંતી વાળંદે વિધાર્થીનીને પટાવી ફોસલાવી હોસ્ટેલના એક રૂમમાં લઈ ગયો હતો.

  • Pradesh18
  • Last Updated: October 17, 2016, 3:41 PM IST
  • Share this:
મહીસાગરઃમહીસાગર જિલ્લાના લૂણાવાડામાં આવેલી એક સ્કુલની  વિધાર્થીની સાથે શાળાના જ વોચમેને દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.મહીસાગર જિલ્લાના લૂણાવાડામાં આવેલી એક નામાકીંત હોસ્ટેલમાં 14 વર્ષની વિદ્યાર્થીનીને તેના સાથે રહેતી અન્ય વિધાર્થીનીઓ સાથે પેનના અવાજ કરવાના કારણે ઝઘડો થયો હતો.જેથી વિદ્યાર્થીનીને લાગી આવતા હોસ્ટેલના બીજા માળેથી કુદકો લગાવી લીધો હતો.જેમાં વિધાર્થીનીને સામાન્ય ઈજા પહોંચી હતી..ત્યારે બ્રાઈટ ડે હોસ્ટેલના વોચમેન જયંતી વાળંદે વિધાર્થીનીને પટાવી ફોસલાવી હોસ્ટેલના એક રૂમમાં લઈ ગયો હતો.

જયાં વિદ્યાર્થીની સાથે 52 વર્ષીય વોચમેન જયંતી વાળંદે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ.જે વાતની જાણ વિધાર્થીનીએ હોસ્ટેલના રેકટરને કરવા છતાં રેકટરે કોઈ પગલાં લીધા ન હતા.તેમજ સમગ્ર ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.વિધાર્થીનીની માતાએ લૂણાવાડા પોલીસ મથકમાં વોચમેન વિરુધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

પીડીતાની માતાએ હોસ્ટેલ સંચાલકો પર સમગ્ર ઘટનાને છુપાવવાનો આરોપ લગાવ્યો છે.તેમજ હોસ્ટેલમાં ગોરખધંધા ચાલતા હોવાના ગંભીર આરોપ પણ લગાવ્યા છે.ત્યારે ગર્લ્સ હોસ્ટેલ રેકટરે પીડીતાની માતાના આરોપોને ફગાવી પીડીતા અસ્થિર મગજની હોવાનું કહ્યું હતુ.આમ હોસ્ટેલ સંચાલકો પોતાની આબરૂ બચાવવા માટે વોચમેનનો બચાવ કરતા હોય તેમ લાગી રહ્યું છે.લૂણાવાડા પોલીસ વડોદરાની સયાજી હોસ્પિટલમાં પીડીતાને મેડીકલ તપાસ માટે લાવી હતી.ત્યારે હવે પીડીતાના મેડિકલ તપાસના રિપોર્ટ પરથી જ સમગ્ર હકીકત સામે આવશે.
First published: October 17, 2016, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading