Home /News /madhya-gujarat /31st Celebration: 31 ફર્સ્ટને લઈને સરહદી વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યુ, તમામ વાહનોનું કડક ચેકિંગ

31st Celebration: 31 ફર્સ્ટને લઈને સરહદી વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યુ, તમામ વાહનોનું કડક ચેકિંગ

ફાઇલ તસવીર

31મી ડિસેમ્બર નજીક છે ત્યારે રાજ્યની બોર્ડર પર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ એક્ટિવ થઈ ગયા છે. રાજસ્થાન સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફની બોર્ડરમાંથી ગુજરાતમાં દારૂ સહિતના માદક દ્રવ્યો ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે. હાલ તેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
    મહિસાગરઃ 31મી ડિસેમ્બર નજીક છે ત્યારે રાજ્યની બોર્ડર પર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ એક્ટિવ થઈ ગયા છે. નવા વર્ષની ઉજવણીમાં ઘણા લોકો માદક દ્રવ્યોનો ઉપયોગ કરતા હોય છે. તેને લઈને રાજસ્થાન સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફની બોર્ડરમાંથી ગુજરાતમાં દારૂ સહિતના માદક દ્રવ્યો ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે. હાલ તેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

    બોર્ડર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત


    31 ફર્સ્ટને લઈને મહિસાગર જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે. જિલ્લાને અડીને આવેલી ત્રણ જેટલા રાજસ્થાની સરહદી વિસ્તાર પર ચેકપોસ્ટ ઉભી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત કેફી પદાર્થ સહિત વિદેશી દારૂને લઈને ગુજરાતમાં ન ઘુસાડવામાં આવે તે હેતુથી પોલીસ સતર્ક બની ગઈ છે.

    આ પણ વાંચોઃ તસ્કરોએ શૂઝની દુકાનમા ખાતર પાડ્યું, જુઓ વીડિયો

    તમામ વાહનોનું કડક ચેકિંગ


    પોલીસે બોર્ડર વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કાઢ્યો છે. આ ઉપરાંત પોલીસે ચેકિંગ હાથ ધર્યુ છે. પોલીસે ત્રણેક જેટલી બોર્ડરો સીલ કરી છે. ત્યાંથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત વાહનના નંબર સહિત માલિકના નામની નોંધ રાખવામાં આવી છે.

    આ પણ વાંચોઃ ગોડાદરાથી ભાગેલી કિશોરી વિધર્મી યુવક સાથે બંધ ઓરડામાં મળી આવી

    કઈ ત્રણ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો?


    1. ખાનપુર ચેકપોસ્ટ
    2. સંતરામપુર ચેકપોસ્ટ
    3. પુનાવાળા બોર્ડર, ડિટવાસ ચેકપોસ્ટ
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: 31st Dec Party, 31st december, 31st Party, Mahisagar News

    विज्ञापन