Home /News /madhya-gujarat /1 નવેમ્બરે PM નરેન્દ્ર મોદી માનગઢની મુલાકાત જશે, જાણો શું છે માનગઢનો ઈતિહાસ!

1 નવેમ્બરે PM નરેન્દ્ર મોદી માનગઢની મુલાકાત જશે, જાણો શું છે માનગઢનો ઈતિહાસ!

માનગઢમાં ૧૫09 લોકોએ શહાદત વહોરી લીધી હતી

PM Narendra Mangarh visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. જોકે 1લી નવેમ્બરે તેઓ રાજસ્થાનના માનગઢ ટેકરી પર જવાના છે. આ સ્થાને લોકવાયકા મુજબ 17 નવેમ્બર 1913ના રોજ દોઢ લાખ જેટલા ભીલો એકત્રિત થયા હતા. જેમાંથી ૧૫09 લોકોએ શહાદત વહોરી લીધી હતી.

વધુ જુઓ ...
  PM Narendra Mangarh visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. જોકે 1લી નવેમ્બરે તેઓ રાજસ્થાનના માનગઢ ટેકરી પર જવાના છે. માનગઢ ટેકરી આઝાદી સમય દરમિયાન આદિવાસી લડવૈયાઓના અંગ્રેજો દ્વારા કરાયેલા સંહારની એવી જગ્યા છે. જ્યાં તેમના બલિદાનીઓની આજે પણ આદિવાસીઓ માનભેર પૂજા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતથી ગુજરાતની એસટી માટે રિઝર્વ એવી 27 વિધાનસભા બેઠકો પર અસર પડશે તેવું સ્પષ્ટ ગણિત રાજકીય પંડીતો ગણી રહ્યા છે.

  1 લાખ આદિવાસીઓ સભામાં આવવાનો અંદાજ


  રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ખાતે આવેલા આદિવાસી સમાજના મુખ્ય તીર્થસ્થાન સમાન માનગઢ ધામ પર 1લી નવેમ્બરે એક મોટી જનસભાને સંબોધન કરવાના છે. આ સભામાં લગભગ એક લાખ આદિવાસી લોકો હાજર રહેશે તેવો અંદાજ છે. આ સભામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લોકો આવાના છે.

  આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓનું કરશે ખાતમુહૂર્ત

  જલિયાવાલા બાગ કરતા પણ મોટો નરસંહાર થયો હતો


  ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા માનવઢ હિલ કે જ્યાં આદિવાસી સમાજના સમાજ સુધારક ગોવિંદ ગુરુની ધૂણી આવેલી છે, અને જ્યાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે. માનગઢ ખાતે 1507 જેટલા આદિવાસી સુરમાઓ 17 નવેમ્બર 1913ના રોજ અંગ્રેજો સામે લડતલડતા શહીદ થયા હતા. અહીં જલિયાવાલા બાગ કરતા પણ મોટો નરસંહાર થયો હતો. આ સ્થળ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બરના રોજ આવશે ત્યારે આ સ્થળને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવી તેવી શકયતાઓ છે. જેને લઇ આદિવાસી સમાજમાં ઉત્સાહ છે.

  2013માં નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્રનું કર્યું હતું સમ્માન


  ગુજરાત સરકારે વર્ષ 2013માં 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે, અંગ્રેજો સામે આદિવાસીઓની શહાદતની શતાબ્દી ઉજવામાં આવશે. માનગઢ હિલ પર ગોવિંદ ગુરુના નામે બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્ર માનસિંહનું સન્માન પણ કર્યું હતું. તે સમયના કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં 80,000 થી વધુ ભીલોએ ભાગ લીધો હતો.

  આ પણ વાંચો: અમદાવાદમાં મોબાઈલના કારણે સગીરા ઘર છોડીને ભાગી ગઈ, જાણો શું હતો બનાવ!

  માનગઢ ધામ નો સુ છે ઇતિહાસ


  ગુજરાતના મહીસાગર જિલ્લાનો સરહદી રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલું માનગઢ ધામ આ વિસ્તારના મહામાનવ આદિવાસીઓમાં આસ્થા શ્રદ્ધાનું પ્રતિક છે. ગુજરાત, માળવા રાજસ્થાન, મધ્યપ્રદેશના પ્રદેશોમાં પથરાઈ ગુરૂ ગોવિંદની અમરવાણી આજે પણ ગામેગામ ગુંજી રહી છે.

  અંગ્રેજોની બર્બરતા સામે ભીલોનો ભરોસો


  માનગઢના ઇતિહાસને ઢંઢોળતા અંગ્રેજોની બર્બરતા સામે ભીલોનો ભરોસો અને ગુરૂના ગામઠી જીવન શૈલી ગુરૂ વાણી, પગપાળાથી પૈગામ જીવન, પરાક્રમ , જેલવાસ, કષ્ટ અને કટિબદ્ધતા સ્વાતંત્રની ચાહના સાથે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવા માટે સંપ સભાના નામે ‘ભગત આંદોલન' ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિસ્તારમાં જનઆંદોલિત થઈ ગુરૂવાણીના રૂપમાં સંતવાણીના સથવારે પહાડી પ્રદેશમાં પ્રકાશની જેમ પથરાઈ ચૂક્યું હતું.

  આ પણ વાંચો: ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

  ગોવિંદગુરૂનો પરિચય


  માનગઢ ક્રાંતિના પ્રણેતા એવા શ્રી ગોવિંદગુરૂને સત્ સત્ નમન. ગુરૂ ગોવિંદનો જન્મ વણઝારા કુટુંબમાં સ્વાતંત્ર્ય પૂર્વે થયો હતો.  રાજસ્થાન રાજ્યના ડુંગરપુર રજવાડામાં વેદસા ગામમાં આશરે ઈ.સ. 1858માં જન્મ થયો હતો. તેમને બાળપણમાં લોકો ગોવિંદા કહીને બોલાવતા હતા. માતાનું નામ માણકી (કુશાલીબેન ) અને પિતાનું નામ વણઝારા બેચરગિરી હતુ. ગુરૂ ગોવિંદના માતા પિતાએ તેમનો આધ્યાત્મિક સંસ્કાર આપી ઉછેર કર્યો હતો. તેઓ નાની વયે શિવમંદિરના પૂજારી પાસે રામચરિત માનસનું શ્રવણ  અને કબીર સાહેબના દોહા સાંભળતા. રામાપીરના આખ્યાનના બોધપાઠને જીવનમાં ઉતારવા વાંસિયા - વેડસા ગામમાં ભીલ આદિવાસી છોકરાઓને ભેગા કરી ગામઠી ભાષામાં ભગવાનની કથાઓ અને વાર્તાઓ કરતા. તેમના મધુર અવાજે રસાળ શૈલીથી આકર્ષાઈને બાળકો ટોળે વળી આદર ભાવથી સાંભળવા માટે આવતા.

  ભીલોનું શોષણ જોઇને હૃદય દ્રવી ઉઠતું


  વણઝારા જાતિ વિચરતી જાતિ છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ઢોર અને અન્ય ચીજોનો વેપાર કરતા. અનેક લોકોના સંપર્કમાં આવતા આવા પરિબળોના કારણે વ્યાવસાયિક જ્ઞાન ખૂબ જ તેજ અને દિવ્ય બન્યું પણ ભીલોના ભેરૂ ગોવિંદાને રાજા, રજવાડા, સામંતો દ્વારા ભીલોનું શોષણ સહન થતું નહીં. તેથી તેમનું હૃદય દ્રવી ઊઠતું હતુ. તેઓ સાધુ બની ન જાય તે માટે ઈ.સ. 1878માં નાની ઉંમરે 20 વર્ષે લગ્ન કરી નાખવામાં આવ્યા હતા. સદ્દનસીબે ધનીબેન જેવા ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિકવૃત્તિવાળા પત્ની મળ્યાં . ઈ.સ. 1881માં સ્વામીદયાનંદ સરસ્વતીની કાંતિકારી વિચારધારાનો આવકાર મળવા લાગ્યો. અને સમગ્ર ભારતમાં સ્વામી છવાઈ ગયા.

  આ પણ વાંચો: આ વખતે ઠંડી 10 દિવસ વહેલી શરૂ થશે, આ તારીખથી ધાબળા-જેકેટ તૈયાર રાખજો

  1509 લોકોએ શહાદત વહોરી


  તારીખ 17-11-1913ના રોજ સવારે 06:30 કલાકે સૈનિકોએ ગોળી ચલાવવાનો પ્રારંભ કર્યો. દક્ષિણવાળી ઘાટીમાં રહીને સૈનિકોએ મશીનગન, રાયફલ, હથિયારધારી પોલીસ, ઘોડેસવાર સૈનિકો આક્રમક બની આદિવાસીઓ પર તુટી પડયા અને ગોળીબાર કર્યો. 10 વાગ્યા સુધી ગોળીબાર ચાલ્યો અંદાજે 900 જેટલા માણસોએ આત્મ સમર્પણ કર્યું. લોકવાયકા મુજબ દોઢ લાખ જેટલા ભીલો એકત્રિત થયા હતા. જેમાં 1509 લોકો માર્યા ગયા . શહાદત વહોરી લીધી હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતાં અનેકગણી સંખ્યા આ હત્યાકાંડમાં થઈ હતી. જેમાં સ્ત્રી-પુરુષ પણ હતા. કેટલાક શહીદોનાં નામ જોઈએ તો તેમાં સર્વશ્રી હાલાજી, વિસન્યા ફુલજી ભગત, શ્રીમતી અમરી, શ્રીમતી સુગની, શ્રીમતી કમલી, શ્રીમતી પાનો, શ્રીમતી મંગળી વગેરે આદિવાસી મહિલાઓએ પણ શહીદી વહોરી હતી .
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Narendra modi gujarat visit, આદિવાસી, ઇતિહાસ, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ

  विज्ञापन