મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર (Mahisagar) જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કરોડો રૂપિયાના ખર્ચે નવી બનેલ પોલીસ અધીક્ષકની કચેરીનું ઈ-લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના વરદ હસ્તે આવતી કાલે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મહીસાગર પોલીસ અધિક્ષકની કચેરીનું ઇ-લોકાર્પણનો સમારોહ આવતી કાલે બપોરે 12 વાગ્યે યોજાશે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર અને આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહેશે.
મહીસાગર પોલીસ અધિક્ષકની કચેરી જિલ્લા સેવા સદન સંકુલમાં કાર્યરત થતા જિલ્લા વાસીઓને એક જ સ્થળે તમામ કચેરીઓની સુવિધા મળી રહશે. આધુનિક રીતે તૈયાર થયેલ આ નવીન કચેરીમાં સી.સી.ટી.વી કમાંડ કંટ્રોલ, વહીવટી શાખાઓ, એલ.સી.બી,એસ.ઓ.જી, એલ.આઈ.બી, જિલ્લા કંટ્રોલ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકાર્પણ પ્રસંગની તૈયારીઓ આરંભી દેવામાં આવ્યા બાદ બહુમાળી કચેરીને ખુલ્લી મુકવામાં આવશે.
મહીસાગર જિલ્લાની પોલીસ અધીક્ષકની કચેરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા 17.80 કરોડના ખર્ચે આધુનિક મકાન ફર્નિચર સહિત અનેક વ્યવસ્થા ઓ સાથે બનાવવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ અધીક્ષક - અલગ અલગ ત્રણ અધિકારીઓની ચેમ્બર એલસીબી-એસઓજી કંટ્રોલ રૂમ, સીસીટીવી, જિલ્લા કમાડ રૂમ, ઈ-ચલણ સહિત અનેક શાખાઓ અત્યાધુનિક બનાવવામાં આવી છે. જે આવતી કાલે અમિત શાહના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો ગુજરાતમાં કાર્યક્રમ
તારીખ: મે 29, 2022
કાર્યક્રમ-1 પંચામૃત ડેરીમાં વિવિધ કાર્યક્રમો • P.D.C બેંકના મુખ્યાલયના નવા મકાનનું ઉદ્ઘાટન અને મોબાઈલ ATM વાનનું ઉદ્ઘાટન • ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન • વિવિધ રાજ્યોમાં સ્થિત પંચમહાલ ડેરી પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ • ઇનામ વિતરણ સમય: સવારે 10.00 વાગે સ્થાન: પંચામૃત ડેરી, ગોધરા