મહીસાગર: પતિને માર મારી પત્નીના કપડાં ફાડી દુષ્કર્મનો પ્રયાસ

News18 Gujarati
Updated: May 17, 2019, 12:21 PM IST
મહીસાગર: પતિને માર મારી પત્નીના કપડાં ફાડી દુષ્કર્મનો પ્રયાસ
પતિને માર મારી પત્નીના કપડાં ફાડી દુષ્કર્મનો પ્રયાસ

ત્રણ આરોપીઓ દ્વારા મહિલાના કપડાં ફાડી નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે

  • Share this:
મિતેશ ભાટિયા, મહીસાગર: મહીસાગરમાં મહિલા સાથે દુષ્કર્મના ઇરાદે ત્રણ આરોપીઓ દ્વારા મહિલાના કપડાં ફાડી નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં ગામના જ યુવાનો દ્વારા રાતના સમયે પતિને મારમારી પત્નીના કપડાં ફાડી નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદમાં મહિલાનો આક્ષેપ છે કે, રાત્રના સમયે મુકેશ ચમાર, નીલમ ચમાર અને સુરેશ ચમાર નામના શખ્સો ગાડીને લઇને તેમના ઘરે આવ્યા હતા. આ લોકોએ મહિલાના પતિને કહ્યું હતું કે, કેમ તું અમને દારૂ આપતો નથી. તે બાબતે ઝઘડો કરી માર માર્યો હતો.

આ જોતાં પત્ની પોતાના પતિને બચાવવા વચ્ચે પડી હતી. જે બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ મહિલાના કપડાં ફાડી નાંખ્યા હતા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, પતિ-પત્નીએ બુમાબુમ કરતાં આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આરોપીઓએ પતિ-પત્નીને ધમકી આપી હતી કે, તમે વરઘરી બજારમાં આવશો તો જાનથી મારી નાંખીશું. ધમકી આપ્યા બાદ આરોપીઓ કાર લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી મહિલાએ ન્યૂઝ18 સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, રાત્રે અમે જમવા બેસેલા હતા તે સમયે દરવાજો ખખડાવતાં મારા પતિ બહાર નીકળ્યા હતા. તેઓ બહાર નીકળતાં જ આરોપીઓએ તેમને માર માર્યો હતો. તેમના કપડાં ફાડી નાંખ્યા હતા. હું બહાર નીકળી તો મારા કપડાં ફાડી નાંખી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. તેમણે મને ગાડીમાં લઇ જવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેઓ નશામાં હતા. બચવાનો પ્રયાસ કરી મેં તરત જ 100 નંબર પર ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલમાં પોલીસ છે નહીં. તે બાદ પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી અને મારી ફરિયાદ લીધી હતી.
First published: May 17, 2019, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading