Home /News /madhya-gujarat /

સેવાભાવી 'બા', અશક્ત વૃદ્ધોને નજીવા દરે ઘરે પહોંચાડે છે ભોજન

સેવાભાવી 'બા', અશક્ત વૃદ્ધોને નજીવા દરે ઘરે પહોંચાડે છે ભોજન

જમવાનું બનાવ્યા બાદ મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાનને ભોગ રૂપે ધરાવવામાં આવે છે બાદ માં ટિફિન માં ભરી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે...

જમવાનું બનાવ્યા બાદ મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાનને ભોગ રૂપે ધરાવવામાં આવે છે બાદ માં ટિફિન માં ભરી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે...

એક 66 વર્ષીય વૃધ્ધ મહિલા છેલ્લા કેટલાય સમયથી સેવાના ભાગ રૂપે વૃધ્ધોને પ્રસાદ રૂપે સવારે તેમજ સાંજે નજીવી કિંમતમાં શુદ્ધ ઘર જેવું ભોજન પૂરું પડતો કિસ્સો મહીસાગર જિલ્લાના મુંડાવડેખ ગામમાં પ્રકાશમાં આવ્યો છે.

આજના યુગમાં ઘણા દીકરાઓમાં બાપને તરછોડી ઘરડા ઘર સુધી મૂકી આવે છે તેવા અનેક કિસ્સાઓ બનાવા પામ્યા છે ત્યારે આવા સમયને ઉજાગર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુંડાવડેખ ગામમાં એક વૃદ્ધ 66 વર્ષીય મહિલા શાન્તાબેન પટેલ દ્વારા કોઈ નાતો કે સંબંધ નથી તેવા વૃદ્ધ લોકો કે જે એકલવાયુ જીવન જીવતા અને જમવાનુંન બનાવી શકે તેવા લોકોનું આવા મોંઘવારીના યુગમાં બન્ને ટાઈમના ટિફિન નજીવી કિંમત -સવાર સાંજના ટિફિનના માત્ર 27 રૂપિયામાં ઘરે ઘરે ટિફિન પહોંચાડી સેવાકાર્ય પૂરું પાડે છે.

મુંડાવડેખ ગામના શાન્તાબેન પટેલનો પરિવાર અમદાવાદમાં સ્થિર થયેલ છે છતાં પણ સેવાના ભાવથી પોતાના વિસ્તારના લોકોને શુદ્ધ ભોજન મળી રહે તેવા આશયથી ગામમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં રસોઈ તૈયાર કરી પહેલા ભગવાનને ભોગ ધરાવી ટિફિનમાં પ્રસાદના ભાવથી વિસ્તારના વયો વૃદ્ધ કેજે પોતાનું જમવાનું જાતે ન બનાવી શકે તેવા લોકોને ઘરે ઘરે ટિફિન સેવા પુરી પાડે છે.

મુંડાવડેખ ગામમાં આવેલ રાધા કૃષ્ણ મંદિરમાં ટિફિન સેવાનું જમવાનું બનાવવામાં આવે છે અને જમવાનું બનાવ્યા બાદ મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાનને ભોગ રૂપે ધરાવવામાં આવે છે બાદ માં ટિફિન માં ભરી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે સેવા જેનો સંકલ્પ છે અન્નદાન એ મહાદાન છે - તેવી સેવાભાવી વૃદ્ધ મહિલા શાન્તાબેન દ્વારા સ્વાદિષ્ટ અને ગુણવત્તા વાળું જમવાનું આજના મોંઘવારીના યુગમાં ટોકન રકમ લઇ ખાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અંદાજિત 10 કિલોમીટર અંતરમાં આવેલા ગામો - ડોલરિયા કાનેસંર સોપડીયા વાવો ભેવાડા તેમજ મુંડાવડેખ -જેવા અનેક ગામોમાં કેજે એકલ વાયુ જીવન જીવતા બેસહારા લોકો અને જમવાનું ન બનાવી શકતા અપંગ વૃદ્ધ લોકો ને સેવાના ભાગ રૂપે - સાયકલ તેમજ મોટરસાયકલ દ્વારા ઘરે ઘરે જમવાનું ટિફિન પહોંચાડી સેવા પુરી પાડવામાં આવે છે.

આ સેવાકાર્યમાં શાન્તાબેન પટેલને અન્ય બે મહિલા -મંદિરના પૂજારી -તેમજ બે માણસો દ્વારા કોઈ જાતનું મહેનતાણું લીધાવગર નિસ્વાર્થ ભાવે મદદ કરે છે.
First published:

Tags: Mahisagar

આગામી સમાચાર