Home /News /madhya-gujarat /મહીસાગર : 'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, Love યુ સો મચ,' અંતિમ Video બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

મહીસાગર : 'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, Love યુ સો મચ,' અંતિમ Video બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

આપઘાતની કરૂણ ઘટનામાં ફિલિપાઇન્સમાં અભ્યાસ કરતા યુવકે જીવ ગુમાવ્યો છે.

ફિલિપાઇન્સમાં MBBSનો અભ્યાસ કરતો યુવક ઘરે આવ્યો હતો અને તેને જાણ થઈ કે પ્રેમિકાનું કોઈ અન્ય યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે

મિતેષ ભાટિયા, મહીસાગર : પ્રેમમાં પ્રેમીઓ કઈ પણ હદ સુધી જઈ શકે છે પરંતુ પ્રેમમાં જ્યારે દગો મળે ત્યારે દુનિયાની સર્વસ્વ બાબતો નાની લાગે છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના (Balasinor) એક આશાસ્પદ યુવકે (MBBS Student) અંતિમ વીડિયો (Video) બનાવી અને નર્મદા કેનાલમાં ઝંપલાવી (Jumped in Narmada canal) જિંદગી ટૂંકાવી (Suicide) છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. જોકે, આપઘાત કરતા પહેલાં MBBSના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે 'મેં તને ટ્રુ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ' આવું કહીને તેણે કેનાલમાં ઝંપલાવી દીધું. આ ઘટનામાં યુવકનું મોત થયું છે જ્યારે પરિવારે પોતાનો વ્લસોયો ગુમાવ્યો છે. પરિવારે આ મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો એવી છે કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં વસવાટ કરતા શિક્ષક સુરેશ ભાઈનો એકનો એક દીકરો હર્ષિલ કે જે ફિલિપાઈન્સ ખાતે MBBSમાં અભ્યાસ કરે છે અને રજાઓ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી વતનમાં બાલાસિનોર આવ્યો હતો.

આ પણ વાંચો : ભાવનગર : કરૂણ ઘટના! યુવક-યુવતીએ વીજપોલ પર લટકી ગળેફાંસો ખાધો, આપઘાતથી અરેરાટી

ગત તારીખ 5 એપ્રિલના રોજ પ્રેમમાં દગો મળ્યો હોવાથી સાચા પ્રેમની વેદના સાથે કેનાલમાં ઝંપલાવતા પહેલાં વીડિયો બનાવી મિત્ર વર્તૂળમાં સેન્ડ કરી ગળતેશ્વર ગામ ખાતે આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી તેણે મોત ને વહાલું કર્યું છે.



બે દિવસ બાદ હર્ષિલનો મૃતદેહ મળી આવતા એકના એક દીકરાનાં મૃતદેહને જોતા પરિવારજનોમાં હૈયાફાટ રુદનથી સમગ્ર બાલાસિનોર નગરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક હર્ષિલના માતાપિતાએ સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સેવાલીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : વડોદરાની કરૂણ ઘટના! અંતિમવિધિ માટે શબવાહિની ન મળી, વૃદ્ધાનો મૃતદેહ રેકડીમાં લઈ જવો પડ્યો

'બાય લવ યુ સો મચ મેં તને ટ્રુ લવ કર્યો તે દગો આપ્યો'

મૃતક હર્ષિલે કેનાલ માં ઝંપલાવતાં પહેલાં પ્રેમિકાને પોતાના સાચા પ્રેમની વેદનાના સંદર્ભણાં જણાવ્યું હતું કે ' બાય, લવ યુ, સો મચ, મેં તને સાચો પ્રેમ કર્યો હતો પણ તે મને દગો આપ્યો. એક વર્ષ થી તારો બીજા જોડે સબંધ છે તે મને કહ્યું પણ નહીં' આમ પ્રેમમાં પાગલ બનેલા હર્ષિલે પોતાના સાચા પ્રેમની વેદના સાથે 11 સેકન્ડનો વીડિયો બનાવી પોતાના મિત્ર વર્તુળમાં વીડિયો સેન્ડ કરી જિંદગીને અલવિદા કહી ગયો.
First published:

Tags: Student suicide, આત્મહત્યા