Home /News /madhya-gujarat /

મહિસાગરના દંપતીનો અનોખો સેવાયજ્ઞઃ 80 મનોરોગીઓનું પરિવાર સાથે કરાવ્યું મિલન

મહિસાગરના દંપતીનો અનોખો સેવાયજ્ઞઃ 80 મનોરોગીઓનું પરિવાર સાથે કરાવ્યું મિલન

  મહીસાગર: એ ગાંડો આવ્યો કોઈ જરાક છંછેડે અને પછી આખો રસ્તો ખાલી કરાવે નાખે એવા અનેક મનોરોગીઓને રસ્તે રઝળતા આપણે જોયા હશે. પણ આવા અજાણ્યા મનોરોગીઓને પોતાની ગાડીમાં બેસાડી સમજાવી લઈ જવા, તેમને નવડાવવા ધોવડાવવા, તેના વાળ દાઢી કપાવવી તેની સેવા કરવી, સારવાર કરાવવી, તેમને સમયસર જમવાનું, ચા નાસ્તાની વ્યવસ્થા કરવી, ઉપરાંત તેમની સગવડો સાચવવી, તેમને આનંદમાં રાખવા એ ધણું જ કપરું કામ છે. પરંતુ આવું અઘરું કામ એક ઉમદા વિચારની સાથે સેવાના ઝુનૂનથી કર્યું છે સંતરામપુરના ઉન્નની ક્રિશ્વને.....

  મહીસાગર જિલ્લાના સંતરામપુર અને ફતેપુરામાં ચિલ્ડ્રન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મેરી ઇંગ્લિશ મીડીયમ સ્કૂલને પ્રશીના બેન અને ઉન્નની કિશ્વન વર્ષ 2012થી સફળતા પૂર્વક ચલાવી રહ્યાં છે. 3 વર્ષ પહેલા ઉન્નનિ ક્રિશ્વનને વિચાર આવ્યો કે તે રસ્તા પર રઝળતા મનોરોગીઓ માટે મદદ કરે. જેથી તેને હેલપિંગ હેન્ડ નામની સંસ્થા શરૂ કરી. મહીસાગરના આ દંપતિએ અત્યાર સુધીમાં 100 જેટલા મનોરોગીઓની સેવા કરી છે. જેમાંથી 80 જેટલા
  મનોરોગીઓને તેના ઘરવાળા સાથે મિલન કરાવ્યું છે.  ખુબ જ ગંદી હાલતમાં રઝળી રહેલા લોકોની મદદ કરવી અને મનોરોગીઓ માટે કંઈક કરવાનો વિચાર કરવો એ પણ સહેલો નથી. પરંતુ આ દંપતિએ આ અઘરા પડાવને પાર પાડવા માટે એક નક્કર નિર્ણય લીધો અને વિચાર્યું કે જે થશે તે જોયું જશે. આવું વિચારીને તેને ગોઠીબ ગામ ખાતે એક ભાડાનું મકાન લીધુ બાદમાં જે પણ વિસ્તારમાં મનોરોગીઓ હોત તેને સમજાવીને પોતાની ગાડીમાં લઈ આવતા અને તેના વાળ, દાઢી સરખા કરવાને તેને નવડાવી ધોવડાવીને નવા કપડા પહેરાવતા હતા અને તેઓને આ મકાનમાં રાખતા હતા.  મનોરોગીઓને જમવાનું, ચા નાસ્તો, મનોરંજન માટે ટીવી, તેમજ સુવા માટે પલંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહી આમનોરોગીઓને અમદાવાદ મેન્ટલ હોસ્પિટલથી ડોક્ટરને બોલાવી તેમની સારવાર પણ કરવવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી આ કામમાં હવે આજુબાજુના વિસ્તારોમાં ફેમસ થવાથી હવે કોઈ પણ જગ્યાએ રસ્તે રજળતા મનોરોગીઓ હોય તો ફોન આવે છે અને ફોન આવ્યા બાદ તુરંત જ તેમની ગાડી એમ્બ્યુલન્સની જેમ જાય છે અને તેને પોતાના ભાડાના મકાનમાં લઇ આવે .  આ દંપતિ તેની એટલી સેવા કરે છે કે તે વ્યક્તિ જ્યાં સુધી સારો ન થઈ જાય ત્યાં સુધી તેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પુરી પાડે છે અને સારા થયા બાદ તેના ઘર સુધી મૂકી આવવામાં આવે છે. પરંતુ સરકારી સહાય આજ દિન સુધી કોઈ મળી નથી અને સ્વ ખર્ચે આવી કોઈને વિચાર પણ ન આવ્યો હોય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. તે પણ ભાડાના મકાનમાં...  ઉન્નની કિશ્વન શું કહે છે?
  'છેલ્લા 3 વર્ષથી ગોઠીબ ખાતે ભાડાના મકાનમાં મનોરોગીઓની સારવાર કરવામાં આવે છે. જયા પણ અસ્થિર મગજના લોકોની જાણ થાય ત્યાંથી તેને મારી ગાડીમાં લઇ આવું છું અને જ્યાં સુધી તે સારો ન થાય અને પોતાના ઘરનું  એડ્ર્સના બોલે ત્યાં સુધી તમામ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પુરી પાડી તેની સારવાર કરવામાં આવે છે. રસ્તે રઝળતા અને જેનું કોઈ ન હોય અને ગમે ત્યાં પડેલું ખાય છે તેવા મનોરોગીઓ માટે હવે હું ઘણા વિસ્તારોમાં ફેમસ થયો છું. જેથી હવે ફોન આવે અને હેલ્પ કરવા હું ત્યાં પહોંચી જાઉં છું અને આજ દિન સુધી કોઈ સરકારી સહાય મળી નથી પોતાના સ્વ ખર્ચે આ કામ કરું છું '  મદદરૂપ થનાર હેમાંક્ષી ભાટિયા શું કહે છે?
  ઉન્નની ક્રિશ્વન કોઈની પાસેથી નાણાં રૂપે મદદ સ્વીકારતા નથી અને જ્યાં કોઈ મદદને ભાવનાથી સેવા કાર્ય માટે સહયો ને તત્પરતા દર્શાવે તો અનાજ પાણીની અને અન્ય મદદ સ્વીકારે છે. પરંતુ નવાઈ પમાડે એવી બાબતએ પણ છે કે તંત્ર તરફથી આવું મોટું સેવા કાર્ય થઈ રહ્યું હોવા છતાં, કોઈ અન્ય સહાય મળી નથી તે દુઃખની બાબત છે. અત્યાર સુધી ચાલી રહેલા સેવા કાર્યમાં આશ્રમ માં રહેનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. તે જોતા આશ્રમની સુવિધાઓમાં વધારો કરવાની જરૂરિયાત પણ જણાઈ રહી છે.'  હાલ તો આ દંપત્તિ લોકો માટે આશાનું કિરણ બન્યા છે અને નિસ્વાર્થ ભાવે મનોરોગી લોકોની સેવા કરી પુણ્યનું કામ કરી રહી રહ્યાં છે. જે ખરેખર સરાહનીય છે.
  Published by:Nisha Kachhadiya
  First published:

  Tags: Mahisagar

  આગામી સમાચાર