ન્યૂઝ18 ગુજરાતી: મહીસાગર જિલ્લાાનાં બાલાસિનોરમાં એક હિચકારી ઘટના સામે આવી છે. ગત શનિવારે એકાકી વૃદ્ધાનો તેમના ઘરમાંથી નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેની તપાસમાં વૃદ્ધાની હત્યા સાથે દુષ્કર્મ અને લૂંટ પણ થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ અંગે ઘટસ્ફોટ કર્યો હતો કે, વૃદ્ધાએ તેને ઠપકો આપ્યો હતો, જેને કારણે જ મેં હત્યાનાં 10 દિવસ પહેલાથી જ તેની રેકી કરવાનું શરૂ કર્યું હતું.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બાલાસિનોરના ગોલવાડ ખાતે રહેતા 67 વર્ષનાં હસુમતિબેન ભાવસાર એકલા રહેતા હતાં. ગત શનિવારે સાંજે 7.30 વાગે મંદિરથી પરત ફર્યા બાદ રવિવારે તેમનો મૃતદેહ તેમના ઘરમાંથીં મળ્યો હતો. બાલાસિનોર પોલીસ દ્વારા પહેલેથી જ લૂંટ સાથે દુષ્કર્મ અને હત્યાની થિયરી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં એક યુવકની શંકાસ્પદ હિલચાલને લઇને પોલીસે તેની તપાસ શરૂ કરીને પકડી લીધો હતો. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે હસુમતિબેનને દસેક દિવસ પહેલા એક સ્થાનિક યુવક સાથે ઝઘડો થયો. બાદ આ યુવક સતત તેમના ઘર પાસે આંટાફેરા મારતો હતો. જે બાદ તેણે હત્યા, લૂંટ અને દુષ્કર્મ આચર્યું હતું.
યુવકે હત્યા કરતાં પહેલાં થોડુ આયોજન કર્યું હતું. ઘટનાના દિવસે યુવકને તક મળતાં જ તેણે સી.સી.ટી.વી. કેમેરામાં પોતે કેદ ન થાય તેની તકેદારી રાખીને તેને ક્ષતિગ્રસ્ત કર્યા હતા અને બાદમાં તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. ગામલોકોમાં આ ઘટના બાદ ઘણો જ રોષ જોવા મળ્યો હતો. તેમણે આ ઘટનાનાં દોષીને પોલીસ જલ્દી પકડે તેથી એક રેલી પણ યોજી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર