Home /News /madhya-gujarat /

જાણો મહિસાગર જિલ્લાની બેઠક પર કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

જાણો મહિસાગર જિલ્લાની બેઠક પર કોણ કોને ટક્કર આપી રહ્યું છે?

મહિસાગર: અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાયું. બીજા તબક્કાના મતદાનમાં કુલ 1,15,47,435 મતદારો પોતાની આંગળીની તાકાત બતાવશે. કુલ 93 બેઠકો માટે 857 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ વડગામ તથા વાઘોડિયા સિવાયની બેઠકો ઉપર, NCP અને બસપા અનુક્રમે 28 અને 75 બેઠકો ઉપર તેમજ 350 અપક્ષો ચૂંટણી જંગમાં છે.   ત્યારે મહિસાગર જિલ્લાની વાત કરીએ તો...

  • મહિસાગર જિલ્લાની બાલાસિનોર  બેઠક પર માનસિંહ ચૌહાણ  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ સ્નાતકછે, અને 2 કરોડથી વધુની સંપત્તી ધરાવે છે. જ્યારે તેની સામે 1 ક્રિમિનલ કેસ છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં અજીત ચૌહાણ, કે જેઓ સ્નાતક છે અને 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • લુણાવાડા  બેઠક પર જુવાનસિંહ લાલસિંહ  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ ચૌહાણ છે, અને સ્નાતક અને 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં  પરનજયદિત્યા પરમાર, જેઓ 12 પાસ છે અને 11 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

  • સંતરામપુર  બેઠક પર કુબેરસિંહ ડીંડોર  પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેઓ ઉચ્ચ સ્નાતક છે, અને 10 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છેં ગેંદલભાઈ ડામોર,કે જેઓ સ્નાતક છે અને 3 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.

First published:

Tags: Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, Gujarat Vidhan Sabha Chunav, ગુજરાત ચૂંટણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन