ઘનશ્યામ સાહેબે મને બે હાથ પહોળા કરાવીને ગાડી પાસે ઊભો રાહ્યો હતો અને પાછળના ભાગે લાકડીથી ઢોર માર માર્યો હતો. મારો ફોન પણ લઈ લીધો હતો. ખીસ્સામાં 15-16 હજાર રૂપિયા એ લોકોએ કાઢી લીધા હતા.
મિતેશ ભાટિયા, મહીસાગરઃ પોલીસ દ્વારા સામાન્ય લોકો ઉપર અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે મહિસાગર જિલ્લાના ખાનપુરના વડાગામે પોલીસ જવાન દ્વારા એક યુવકને લાકડી વડે ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. યુવકને માથા તેમજ શરીરના ભાગે લાકડીના ઘા મારતા ઈજા પહોંચી હતી. જેના પગલે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મહિસાગર જિલ્લાના ખાનપુરના વડાગામમાં પોલીસ જવાને એક યુવકને લાકડી વડે ગંભીર રીતે માર માર્યો હતો. પોલીસની મારના પગલે યુવકના માથાના ભાગે તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેને સારવાર માટે લુણાાડા સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો.
બીજી તરફ ગ્રામ લોકો દ્વારા ન્યાય માટે બાકોર પીએસઆઈને રજૂઆત કરી હતી. ત્યારે પીએસઆઈએ યોગ્ય કાર્યકરવાની ખાતરી આપી હતી. હીરાભાઈ નરસીભાઈ પીડિત યુવકના જણાવ્યા પ્રમાણે અમે ઊભા હતા ત્યારે પોલીસે અમને દંડો માર્યો હતો ત્યારે એક યુવક જતો રહ્યો હતો.
પરંતુ હું ઊભો રહ્યો અને કહ્યું કે કેમ દંડો માર્યો ત્યારે બે ચા લોકો ભેગા થયા અને માર માર્યો હતો. અને માથામાં લાકડી મારી હતી. ત્યારબાદ ઘનશ્યામ સાહેબને ફોન કર્યો હતો. અને ઘનશ્યામ સાહેબ આવ્યા હતા.
ઘનશ્યામ સાહેબે મને બે હાથ પહોળા કરાવીને ગાડી પાસે ઊભો રાહ્યો હતો અને પાછળના ભાગે લાકડીથી ઢોર માર માર્યો હતો. મારો ફોન પણ લઈ લીધો હતો. અને ઘરે જઈને મમ્મી પપ્પાએ પૂછ્યું તો જાણવા મળ્યું કે ખીસ્સામાં 15-16 હજાર રૂપિયા એ લોકોએ કાઢી લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર