Home /News /madhya-gujarat /Rain Update: મહિસાગર જિલ્લામાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ઘરના છાપરાં પણ ઉડ્યા

Rain Update: મહિસાગર જિલ્લામાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ઘરના છાપરાં પણ ઉડ્યા

મહિસાગર જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gujarat Rain Update: કેટલાક મકાનો ધરાશાઈ થતાં લોકો બેઘર બન્યા છે. ભારે પવનથી અનેક વિસ્તારોમાં વીજ થાંભલા સહિત વૃક્ષો ધરાશયી થયા છે.

    મહિસાગર : જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકાતા અનેક લોકો ઘરનાં છાપરાં પણ ઉડી ગયા હતા. જેથી લોકોને વરસાદા સાથે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વિજ થાંભલા સહિત વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક માર્ગો પણ બંધ થઇ ગયા છે. ભારે પવનમાં વીજ પોલ પણ પડી જતા નુકસાન થયુ છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિસાગર જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરપુર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનના કારણે રહેણાંક મકાનોના છાપરા ઉડ્યા હતા. કેટલાક મકાનો ધરાશાઈ થતાં લોકો બેઘર બન્યા છે. ભારે પવનથી અનેક વિસ્તારોમાં વીજ થાંભલા સહિત વૃક્ષો ધરાશયી થયા છે. વૃક્ષો ધરાશયી થતા અનેક વિસ્તારો માર્ગોમાં રાહદારીઓ અટકી રહ્યા છે. ભારે પવનના કારણે વિજ પુરવઠો ખોરવાયો તેમજ વિજ પોલને નુક્સાન થયું છે.
    વરસાદના અન્ય સમાચાર

    ચાર કલાકમાં 82 તાલુકામાં વરસાદ

    આજે મંગળવારે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ચાર કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પાટણના સરસ્વતીમાં ચાર કલાકમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પાટણમાં બે ઇંચ, મહેસાણામાં 1.92 ઇંચ, પાટણના રાધનપુર અને વિસનગરમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વડનગ, પાટણના સાંતલપુર, અરવલ્લીના મેઘરજમાં 30 એમએમથી વધુ વરસાદ વરસ્યો છે.

    સુરત કાપડ બજારના હાલ બેહાલ: યાર્નના ભાવ વધતા વેપારીઓની મુશ્કેલીઓ વધી
    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતિ જણાવે છે કે, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, આજે બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠે 55થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
    " isDesktop="true" id="1241952" >

    આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 8મી સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાત થશે જેના કારણે પણ રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, ગુજરાત, મહિસાગર, હવામાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन