Home /News /madhya-gujarat /મહીસાગર: ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર ત્રણ લોકોનાં મોત

મહીસાગર: ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર ત્રણ લોકોનાં મોત

ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

Mahisagar accident: મહીસાગરના બાલાસિનોર બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણના મોત

મહીસાગર: મહીસાગરમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગમખ્વારમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ અંગે એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્રણેય લોકોને બચાવી શકાયા નહોતા. ઘટનાને સ્થળે પહોંચેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મહીસાગરના બાલાસિનોર બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાકઇ વચ્ચે ખતરનાક ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. બાઇક પર સવાર ત્રણેય લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણના મોત થયા છે. બાઇક પર સવાર પતિ-પત્ની અને બાળક હોવાનું અનુમાન છે. બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: વલસાડ: મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં કાર ખાડામાં ખાબકી

પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક અને બાઇક વચ્ચે સામ-સામે ટક્કર થઇ હોવાનું મનાય છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા પરંતુ બાઇક પર સવાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ કરાતા એબ્યુલન્સ અને પોલીસ દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સાથે જ મૃતકોની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.
First published:

Tags: Accident News, Gujarat News, Mahisagar News