મહીસાગરઃપેપરલીંક કરનારા ત્રણ ઝડપાયા,કોણ છે જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 19, 2017, 3:18 PM IST
મહીસાગરઃપેપરલીંક કરનારા ત્રણ ઝડપાયા,કોણ છે જાણો
મહીસાગર જિલ્લામાં ધોરણ 10 નું અંગ્રેજીનું પેપર લીક કરનાર પિતા-પુત્ર અને શિક્ષક સહીત 3 આરોપીની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે.પોલીસે ઝડપી પાડેલ ત્રણ આરોપી પૈકી બે ઝાલોદના અને એક પીપલોદનો રહેવાસી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 19, 2017, 3:18 PM ISTમહીસાગર  જિલ્લામાં ધોરણ 10 નું અંગ્રેજીનું પેપર લીક કરનાર પિતા-પુત્ર અને શિક્ષક સહીત 3 આરોપીની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે.પોલીસે ઝડપી પાડેલ ત્રણ આરોપી પૈકી બે ઝાલોદના અને એક પીપલોદનો રહેવાસી છે.

તાજેતરમાં બોર્ડની યોજાયેલી ધોરણ 10ની પરીક્ષામાં તારીખ 24 માર્ચના રોજ અંગ્રેજીનું પેપર લીક થયું હતું. આ પેપર સમગ્ર ગુજરાતમાં વોટ્સઅપ ફરતું હતું અને તેનું મૂળ લુણાવાડા હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે 60 વ્યક્તિ ના નિવેદ લીધા હતા. 30 મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. ગુનામાં વાપરવામાં આવેલું લેપટોપ અને સીસીટીવી ફૂટેજ કોલ ડીટેલ તેમજ મોબાઈલ ડેટાની સાયબર એક્સપર્ટ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.નક્કર પુરાવા મળતા પાણીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પરીક્ષા લક્ષી કામગીરી સાથે સંકળાયેલા લુણાવાડા ના ગેંગડીયા ગામે રહેતા અને મૂળ લીમખેડા ના પીપલોદ ગામે રહેતા હિતેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી હતી. આ શિક્ષક નો પિતરાઈ ભાઈ મુનખોસલા પ્રાથમિક શાળા માં કારકુન તરીકે ફરજ બજાવતા રમણ પ્રજાપતિ અને તેના પુત્ર હર્શદ પ્રજાપતિની ધરપકડ કરી છે. પિતા પુત્ર અને પિતરાઈ ભાઈ ત્રણે આરોપી ઓ એ ભેગા મળી આ ગુનાને અંજામ આપતા હતા.
 
First published: April 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर